હિંમતનગર સિવિલમાં ગરીબ દર્દીઓને વિના મુલ્યે ટિફિન પહોંચાડતું સતનામ સાહેબ ટ્રસ્ટ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સતનામ સાહેબ સેવા ટ્રસ્ટ દ્વારા મફત ભોજનની વ્યવસ્થા
પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતેની સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને વિના મુલ્યે ટિફિન પહોંચાડવાનો એક મહાયજ્ઞ સતનામ સેવા ટ્રસ્ટના ભોજનાલય દ્વારા વરસોથી પુરી પાડવામાં આવે છે. એટલું જ નહીં પણ ગરમ ધાબળાથી માંડીને દાતણ સહિતની પણ વ્યવસ્થા આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
સવાર-સાંજ આ સેવા યજ્ઞ ચાલે છે તેમજ ગર્ભવતી મહિલાઓ અને ડિલિવરી થયેલ મહિલાઓને પોષણયુક્ત ભોજન તેમજ શીરો પણ પહોંચાડવામાં આવે છે,આ સેવાયજ્ઞના મુખ્ય કાર્યકર્તા શનાભાઈ અને મોદી ભાઈ તેમજ દાતા અને સેવાના ભેખધારી કાલીદાસભાઈ પટેલની પણ અનન્ય સેવાઓ મળી રહે છે, અન્નદાન મહાદાન અને ગરીબ દર્દીઓ આ મહાયજ્ઞ ભોજનાલય નું ભોજન લઈ આંતરડી ઠારે છે.
શનાભાઈના જણાવ્યા પ્રમાણે સંપૂર્ણ સ્વચ્છતા અને ગરીબ દર્દીઓ ને તેમની પથારી સુધી ટીફિનની પહોંચાડવાનું કામ ટ્રસ્ટ ના સેવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સિવિલ હોસ્પિટલમાં ના ચોગાનમાં જ આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે સેવાધારી લોકો સેવામાં અનન્ય સહકાર અને ફાળો આપી રહ્યા છે .અન્નપૂર્ણા માતા અહીં પ્રસન્ન રહી લોકોની આંતરડી ઠારે છે.