Western Times News

Gujarati News

હિંમતનગર હાઇવે ઉપર ટાટા સુમો ચાલકે બાઈકને ટક્કર મારતા બે ના મોત

નેત્રામલી:  ઇડર- હિંમતનગર હાઇવે ઉપર નેત્રામલી નજીક આવેલી હોટલ પાસે ગુરુવાર સાંજના સમયે ઇડર તરફ થી આવી રહેલી ટાટા સુમો ગોલ્ડ કારે બાઇકને અડફેટે લેતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું

જ્યારે બાઇક પાછળ સવાર યુવતીને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. વધુ પડતી ઇજાઓથી યુવતી નું પણ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ઇડર પોલીસે ધટનાની તપાસ કરી અકસ્માતે ગુન્હો નોંધી  કાર્યવાહી હાથ ધરી છે.

ઇડર – હિંમતનગર હાઇવે ઉપર નેત્રામલી નજીક રાઇટ ચોઇસ હોટલ પાસે ગુરુવાર સાંજના સાતેક ના સમયની આસપાસ ઇડર તરફથી આવી રહેલ  ટાટા સુમો ગોલ્ડ કાર નંબર Gj09 GA 1112 ના ચાલકે બાઈક પર સવાર યુવક-યુવતીને ટક્કર મારતાં યુવક સંજય લક્ષ્મીકાંત સુતરીયા ઉ.૨૭ રહે.મુનાઇ નું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું

જ્યારે યુવતી મમતા પરાગભાઇ વણકર રહે.રૂદરડી ને પણ ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પણ વધુ પડતી ઇજાઓના કારણે મરણ પામી હતી. ઇડર પોલીસને અકસ્માતની જાણ થતાં ધટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુન્હો દાખલ કરેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.