હિંસા અને છેંતરપીડીના આરોપો વચ્ચે બંગાળમાં પ્રથમ તબક્કામાં ૭૯ ટકા મતદાન
કોલકતા: પશ્ચિમ બંગાળમં વિધાનસભા ચુંટણીના પહેલા તબક્કા માટે આજે મતદાન સવારે સાત વાગ્યાથી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શરૂ થયું હતું.આ વખતે બંગાળમાં મતદારોએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું આજે બાંકુડા પુરૂલિયા ઝાઇગ્રામ પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુરની ૩૦ બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું.મતદારોએ પ્રથમ તબક્કામાં ટીએમસીના શ્રીકાંત મહતો રાજીવ લોચન સરૈન ઉત્તમ બાકીક,ભાજપના રવીન્દ્રનાથ માહંતો ચંદના બાઉડી કોંગ્રેસના નેપાલ મહતો ઉત્તમ બેનર્જી પાર્થ પ્રતિમ બેનર્જી અને માનસ કુમાર સહિતના ઉમેદવારોનું ભાવિ ઇવીમ મશીનમાં સીલ કર્યું હતું.
ટીએમસીએ કોલકતામાં ચુટંણી પંચના અધિકારીઓને મળીને ઇવીએમમાં છેંતરપીડીનો આરોપ લગાવ્યો છે. ટીએમસીએના નેતાઓનું કહેવુ છે કે ચુંટણી પંચના અધિકારી કડકાઇથી કામ કરી રહ્યાં ન હતાં જયારે ભાજપે પણ ટીએમસી પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. બંગાળમાં પહેલા તબક્કામાં ૭૭.૩૮ ટકા જેટલું મતદાન થયું છે. જે સૌથી વધુ મતદાન હતું. બંગાળમાં ટીએમસી કાર્યકર્તાઓએ મારામારી કરી હોવાના અહેવાલો છે વેસ્ટ મિદનાપુરથી ભાજપના ઉમેદવાર સમિત દાસ અનુસાર અહીં એક બુથ પર ટીએમસી કાર્યકર્તાએ જબરજસ્તી પ્રવેશ કર્યો અને મતદારોને ધમકાવ્યા હતાં. પોલીસને ફરિયાદ કરી હતી પરંતુ પોલીસે કોઇ ફરિયાદ સાંભળી ન હતી. આ વિસ્તારમાં સીપીએમ ઉમેદવાર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો સુશાંત ધોષ સોલબોની બેઠકથી ઉમેદવાર છે.
સવારે ૯ વાગ્યા સુધી બધું બરાબર ચાલતું હતું, પરંતુ તે પછી બહાર પાડવામાં આવેલા આંકડામાં મતદાનની ટકાવારી ઓછી જાેવા મળી હતી, ત્યારબાદ ટીએમસીનું ટેન્શન વધ્યું હતું. આ સાથે જ ટીએમસીએ ચૂંટણી પંચને એક પત્ર લખ્યો છે, જેમાં મતદાનની ટકાવારીમાં ગડબડીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયનના જણાવ્યા અનુસાર, સવારે ૯.૧૩ વાગ્યે કાંઠી દક્ષિણ (૨૧૬) અને કાંઠી ઉત્તર (૨૧૩) મતદાન મથકો અનુક્રમે ૧૮.૪૭% અને ૧૮.૯૫% હતા, પરંતુ ચાર મિનિટ પછી, રાત્રે ૯.૧૭ વાગ્યે તે અનુક્રમે ૧૦.૬૦ % અને ૯ઃ૪૦% પર આવી ગયો હતો. પક્ષને તેની સાથે કંઇક ખોટુ હોવાની શંકા છે, જેના કારણે ચૂંટણી પંચે તેનું ધ્યાન રાખવું જાેઈએ. તેમણે વધુમાં કહ્યું કે બંગાળમાં ટીએમસીનો વિજય થશે. આ સિવાય બંગાળની પુત્રી નંદીગ્રામથી બંગાળના દેશદ્રોહીને પરાજિત કરશે. ભાજપ પર તેમણે કહ્યું કે પર્યટક ટોળકી અહીં આવે છે અને અહીંની સંસ્કૃતિનો નાશ કરે છે. બંગાળની મહિલાઓ તેમની ઇચ્છા મુજબ સાડી પહેરીને રહેશે.
ભગવાનપુર વિધાનસભા મત વિસ્તારના સત્સટમલ મતદાન મથક પર ફાયરિંગ ફાટી નીકળ્યું હતું, જેમાં બે જવાનો ઘાયલ થયાના અહેવાલ છે. ટીએમસીનો આરોપ છે કે ભાજપના કાર્યકરોએ મિદનાપુરના અનેક મતદાન મથકો પર કબજાે કર્યો છે. તે જ સમયે, મતદારોને તેમના મત આપતા અટકાવવામાં આવી રહ્યા છે. ટીએમસીએ આ માટે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, તમામ જગ્યાએ પરિસ્થિતિ સામાન્ય છે. આને કારણે બંગાળમાં સવારે ૧૧ વાગ્યા સુધી ૨૪.૬૧ ટકા મતદાન થયું હતું.મતદારોએ બંગાળમાં ૧૯૧ ઉમેદવારોનું ભાવિ નક્કી કરી લીધુ છે. આસામમાં પણ આજે મતદાન યોજાયું હતું જેમાં સરેરાશ ૭૧૩.૬૨ ટકા મતદાન થયું છે.
ચુંટણીઓ દરમિયાન કેન્દ્રીય દળોની ૧૪ અન્ય કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કેન્દ્રીય દળોની ૧૪૪ કંપનીઓને ઝાડગ્રામમાં તહેનાત કરવામાં આવી હતી ચુંટણી અધિકારી અનુસાર અન્ય જિલ્લામાં પ્રત્યેક મતદાન કેન્દ્ર પર સરેરાશ છ અર્ધસૈન્ય કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતાં. બંગાળમાં ૨૯૪ બેઠકો પર આઠ તબક્કામાં મતદાન થનાર છે.
બંન્ને રાજયોમાં સવારે મતદાની ટકાવારી ધીમી હતી પરંતુ બપોર બાદ મતદાનમાં વેગ આવ્યો હતો મહિલાઓ અને પ્રથમવાર મતદાન કરી રહેલા યુવાનોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો કેટલાક મતદાન કેન્દ્રો પર મતદાન શરૂ થાય તે પહેલા લાઇનો જાેવા મળી હતી કેટલાક સ્થળોએ ઇવીએમ મશીનમાં ખરાબીની ફરિયાદો મળી હતી જાે કે અધિકારીઓએ ઇવીએમ મશીન બદલીને મતદાન શરૂ કરાવ્યું હતું. કેટલાક સ્થળોએ ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી કાર્યકરો સુરક્ષા કર્મચારીઓ સાથે પણ લડયા હતાં.