હિંસા કોઈ પણ સ્થિતિમાં માન્ય નથી: મેલાનિયા ટ્રમ્પ
વોશિંગ્ટન, ૨૦ જાન્યુઆરીના અમેરિકામાં ભાવી રાષ્ટ્રપતિ જાે બાઈડેન શપથ લેવા જઈ રહ્યા છે. આ પહેલા ફર્સ્ટ લડી મેલાનિયા ટ્રમ્પે તેમના વિદાઈ ભાષણમાં મોટું નિવેદન આપ્યું છે. મેલાનિયા ટ્રમ્પે કહ્યું છે કે, હિંસાને ક્યારેય ન્યાયી ઠેરવી શકાતી નથી. અમેરિકાની ફર્સ્ટ લેડી તરીકે છેલ્લી વખત વાત કરાત મેલાનિયા ટ્રમ્પે એક વીડિયો મેસેજમાં કહ્યું છે કે, દરેક વસ્તુમાં ઉત્સાહિત થવું પરંતુ આ વાત હમેશાં પાદ રાખો કે હિંસા કોઈ વાતનો જવાબ નથી અને આ માર્ગ ક્યારેય કોઈએ અપનાવવો જાેઈએ નહીં. ચૂંટણી બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે હજારો સમર્થકોની વચ્ચે ભાષણ આપ્યું જેમાં તેમણે ચૂંટણીને ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. જે બાદ ટ્રમ્પ સમર્થકોએ કેપિટોલ હિલમાં પ્રવેશ કર્યો હતો અને હિંસા કરી હતી જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો.
અમેરિકન ઇતિહાસમાં આવી હિંસા ક્યારેય જાેવા મળી ન હતી, પરંતુ તે પછી મીડિયા અને પબ્લિક લોકોના આક્રમણમાં આવ્યા. યુએસના ઇતિહાસમાં પહેલીવાર ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે બીજા અને ત્રીજા માળે રહેતા ક્વાર્ટર્સના ઓફિશિયલ વોકથ્રૂ માટે વ્હાઇટ હાઉસની આગામી ફર્સ્ટ લેડી જિલ બાઈડેનને આમંત્રણ આપ્યું ન હતું. મેલાનિયાએ તે પરંપરાને તોડી છે, જેના અંતર્ગત મિશેલ ઓબામાએ મેલાનિયા ટ્રમ્પને ત્યારે પણ આમંત્રિત કરી હતી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે બરાક ઓબામાની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યો હતો.SSS