હિજાબ મુંદ્દે ટિપ્પણ કરનાર અમેરિકા પર ભારત નારાજ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/Hijab-1024x768.jpg)
નવી દિલ્હી, કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે વિદેશ મંત્રાલયે આ મુદ્દા પર બીજા દેશો દ્વારા થઈ રહેલી ટિપ્પણીઓ સામે નારાજગી વ્યક્ત કરી છે.
ભારત સરકારે બીજા દેશોને કહ્યુ છે કે, આ અમારો આંતરિક મામલો છે અને તેના પર બીજા દેશોની ટિપ્પણીની જરુર નથી.હાલમાં આ કેસ હાઈકોર્ટમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ હતુ કે, કર્ણાટકની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં ડ્રેસ કોડને લઈને જે પણ મામલો છે તે હાઈકોર્ટમાં વિચારાધીન છે અને અમારા સંવિધાનના માળખાની સાથે સાથે લોકશાહી ઢબે ચાલતી સિસ્ટમમાં આવા મુદ્દા પર વિચારણા કરીને તેનુ સમાધાન થતુ હોય છે.ભારતના લોકોને તે વાતની સારી રીતે ખબર છે.અમારા આંતરિક મુદ્દાઓ પર ટિપ્પણી કરવાની કોઈ જરુર નથી.
ઉલ્લેખનીય છે કે આ વિવાદમાં પાકિસ્તાન બાદ અમેરિકાની જાે બાઈડેન સરકારમાં આંતરરાષ્ટ્રિય ધાર્મિક સ્વતંત્રતા મામલાના રાજદૂત રાશદ હુસૈને ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, કર્ણાટક સરકારે આ બાબત પર ર્નિણય કરવો જાેઈએ નહીં કે કોણ ધાર્મિક પોશાક પહેરી શકે કે કોણ ના પહેરી શકે.SSS