Western Times News

Gujarati News

હિજાબ વિવાદ: તમામ ધર્મના લોકોએ સ્કૂલ યુનિફોર્મ અપનાવવો જોઈએ: અમિત શાહ

નવીદિલ્હી, કર્ણાટકમાં હિજાબને લઈને શરૂ થયેલો વિવાદ દેશભરમાં ચર્ચાનો વિષય બની ચુક્યો છે. મામલો હાલ કર્ણાટક હાઈકોર્ટમાં છે. આ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે હિજાબને લઈને સવાલ કર્યો તો તેમણે કહ્યું કે, કોર્ટનો ર્નિણય આવ્યા બાદ દેશની જનતાએ તે ર્નિણયનો સ્વીકાર કરવો જાેઈએ.

અમિત શાહે આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ- મારૂ માનવુ છે કે બધા ધર્માના લકોએ સ્કૂલનો યુનિફોર્મ અને ડ્રેસ કોડને અપનાવવો જાેઈએ તથા તેનું પાલન કરવું જાેઈએ. દેશ બંધારણના આધાર પર ચાલશે. આજે પણ કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબને લઈને સુનાવણી થઈ હતી.

આ દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે, હિજાબ એક જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક નિર્દેશોને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવા જાેઈએ.

સરકારે કહ્યું કે, હિજાબ મામલામાં અરજીકર્તા ન માત્ર તેને પહેરવાની મંજૂરી માંગી રહી છે, પરંતુ તે જાહેરાત પણ ઈચ્છે છે કે તેને પહેરવું ઇસ્લામને માનનાર તમામ લોકો પર ધાર્મિક રૂપથી બાધ્યકારી છે. મહત્વનું છે કે હિજાબ વિવાગ શૈક્ષણિક સંસ્થાઓમાં તે સમયે તણાવનું કારણ બની ગયો જ્યારે કેટલીક વિદ્યાર્થિનીઓએ તેને ક્લાસની અંદર પહેરવાની મંજૂરી માંગી, જ્યારે હિન્દુ વિદ્યાર્થીઓએ ભગવા સ્કાર્ફ પર ભાર આપ્યો હતો.

હાલમાં રાજ્યના ઉડુડીમાં એક કોલેજની વિદ્યાર્થિનીઓ કેમ્પલ ફ્રંટ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજીત સંવાદદાતા સંમેલનમાં સામેલ થઈ હતી. તેનું આયોજન વર્ગખંડમાં હિજાબ પહેરી પ્રવેશની મંજૂરી આપવાની કોલેજ તંત્રએ ના પાડવાના વિરોધમાં કરવામાં આવ્યું હતું.

આ ઘટનાના ચાર દિવસ પહેલા તેમણે આચાર્ય પાસેથી હિજાબ પહેરીને વર્ગખંડની અંદર જવાની મંજૂરી માંગી હતી. પરંતુ તેને મંજૂરી આપવામાં આવી નહીં. કોલેજના આચાર્ય રૂદ્રે ગૌડાએ કહ્યુ હતુ કે અત્યાર સુધી વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને પરિસર સુધી પહોંચતી હતી પરંતુ વર્ગખંડમાં જતા પહેલાં તેને હટાવી દેતી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.