હિજાબ વિવાદ પર તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમનો ઈનકાર
નવી દિલ્હી, કર્ણાટકમાં ચાલી રહેલો હિજાબ વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં તો પેન્ડિંગ છે જ પણ કોંગ્રેસના નેતા અને વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં હિજાબ વિવાદની તાત્કાલિક સુનાવણી કરવા માટે પિટિશન દાખલ કરીને કહ્યુ હતુ કે, બે મહિના બાદ પરીક્ષા છે અને વિદ્યાર્થિનીઓને સ્કૂલમાં જતા રોકવામાં આવી રહી છે.
જાેકે સુપ્રીમ કોર્ટે તેના પર તત્કાલ સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. બીજી તરફ કર્ણાટક હાઈકોર્ટ દ્વારા હવે ત્રણ જજાેની બેન્ચને આ કેસ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.જેને લઈને સુપ્રીમ કોર્ટે પણ કહ્યુ હતુ કે, હાઈકોર્ટમાં ત્રણ જજાેની બેન્ચ સુનાવણી કરી રહી છે.
પહેલા તેમને આ કેસ સાંભળો દો, ત્યાં સુનાવણી ચાલી રહી છે ત્યારે હસ્તક્ષેપ શું કામ કરવો જાેઈએ. સુપ્રીમ કોર્ટે આ કેસ માટે સુનાવણીની તારીખ અત્યારથી આપવાની પણ ના પાડી દીધી હતી. જ્યારે કર્ણાટક હાઈકોર્ટમાં આ કેસની આજવે વધુ સુનાવણી થવાની છે.તેના પર બધારની નજર છે.SSS