હિઝબુલને ઠાર કરનારા શ્રીવાસ્તવને દિલ્હીની સ્થિતી સંભાળવાની જવાબદારી સોંપાઈ
નવીદિલ્હી, દિલ્હીનાં હિંસાને કારણે કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે . આવા સંજોગોમાં સ્થિતિને કંટ્રોલ કરવા માટે દિલ્હીના સ્પેશિયલ કમિશ્નર તરીકે એસ.એન.શ્રીવાસ્તવને ચાર્જ સોંપાયો છે. તેમણે જમ્મૂ-કશ્મીરમાં ઓપરેશન ઓલ-આઉટ હાથ ધર્યું હતુ. શ્રી વાસ્તવ ૧૯૮૫ બેચમાં એજીએમયુટી ડરના આઇપીએસ બન્યા હતા. તેઓ જમ્મુ કાશ્મીરની ઘાટીમાં હિઝબુલનો ખાત્મો બોલાવવા તરીકે જાણીતા હતા. વર્ષ ૨૦૧૭માં તેમણે ઘાટીમાં આતંકવાદી વિરોધી અભિયાન હાથ ધર્યુ હતું. શ્રીવાસ્તવ નો નંબર વાળા એટીટ્યૂડ માટે જાણીતા છે.દિલ્હીની સ્થિતિને જોતા શ્રીવાસ્તવને તાત્કાલિક પદ ગ્રહણ કરવાના આદેશ અપાયા છે. શ્રીવાસ્તવે દિલ્હીની સ્થિતિને મુદ્દે સુરક્ષા એજન્સી અને રાજ્યના પોલીસ અધિકારી સાથે બેઠક કરી હતી. શ્રીવાસ્તવને ૩૦ જૂન ૨૦૨૧ સુધી દિલ્હીના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે.