હિટલરને યહૂદી કહેવા બદલ વ્લાદિમીર પુતિને માફી માગી

મોસ્કો, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે તાજેતરમાં જર્મનીના તાનાશાહ હિટલર ને યહૂદી ગણાવ્યો હતો અને તેની સામે ઈઝરાયેલ ભડકી ઉઠ્યુ હતુ. હવે ઈઝરાયેલે નિવેદન આપ્યુ છે કે, પુતિને આ પ્રકારની ટિપ્પણી માટે માફી માંગી છે.
મળતી વિગતો પ્રમાણે ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ઈઝરાયેલના પીએમ નેફતાલી બેનેટે ફોન પર વાત કરી હતી. એ વાતચીત પછી બેનેટના કાર્યાલયે કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ પુતિને માંગેલી માફી ઈઝરાયેલ પીએમે સ્વીકારી લીધી છે અને પુતિનનો આભાર પણ માન્યો છે.
જાેકે બંને નેતાઓની વાતચીત બાદ રશિયાએ જે નિવેદન બહાર પાડ્યુ હતુ તેમાં આ નિવેદન બદલ પુતિને માફી માંગી હોવાની વાતનો ઉલ્લેખ નહોતો. તેની જગ્યાએ કહેવામાં આવ્યુ હતુ કે, બીજા વિશ્વયુધ્ધમાં નાઝી સેનાની હારને વાતચીતમાં મહત્વ અપાયુ હતુ.
આ પહેલા એક ઈટાલિયન ચેનલને રશિયન વિદેશ મંત્રીએ ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, ભલે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી એક યહૂદી હોય પણ યુક્રેનમાં નાઝીવાદ હજી પણ છે. યુક્રેન પર હુમલો આ દેશને નાઝીવાદમાંથી મુક્ત કરવા માટે કરાવાયો છે.
હિટલર પણ યહૂદી મૂળનો હતો અ્ને મેં તો યહૂદીઓના મોઢે જ સાંભળેલુ છે કે, યહૂદીઓ જ યહૂદીઓના સૌથી મોટા વિરોધી હતી. આ નિવેદનને ઈઝરાયેલે અપમાનજનક, માફ ના કરી શકાય તેવુ અને ઐતહાસિક ભૂલ ગણાવ્યુ હતુ.SSS