હિટ એન્ડ રનના બનાવમાં આરોપીને શોધી અટક કરતી ભરૂચ સાયબર ક્રાઈમ સેલ તથા એલ.સી.બી.
ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ ભરૂચ જિલ્લામાં બનતા રોડ અકસ્માતના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેક્ટર પી.સી.બરંડા નાઓના સીધા માર્ગદર્શન મુજબ પો.સ.ઈ એ.એસ.ચૌહાણ તથા સાયબર સેલ તેમજ એલ.સી.બી ની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
આ દરમ્યાન પો.કો.મલ્કેશકુમાર રામસીંગભાઈ નાઓને ચોક્કસ બાતમી મળેલ કે નબીપુર પો.સ્ટે માં નોંધાયેલ ગુનો જેમાં હીંગલ્લા ચોકડી થી ત્રાલસા તરફ જતા રસ્તા ઉપર અકસ્માત થયેલ જેમાં બાઈક સવાર પતી-પત્ની મૃત્યુ પામેલ અને અકસ્માત કરનાર કોઈ અજાણ્યા વાહન ચાલક ઘટના સ્થળે થી ફરાર થઈ ગયેલ જે ગુનો અનડીટેક્ટ હોઈ આ કામના ગુનાનો આરોપી નાસીરખાન રશીદખાન પઠાણ રહે,બી/ર આફરીન સોસાયટી, મનુબર રોડ તા.જી.ભરૂચનાને બાતમી આધારે તેના ઘરે થી અત્રે ની કચેરીએ લાવી ઘનિષ્ટ પુછપરછ કરતા પોતે આ ગુનો કરેલ હોવાની કબુલાત કરતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સી.આર.પી.સી. ૪૧(૧)એ મુજબ અટક કરી નબીપુર પો.સ્ટે ખાતે જાણ કરવામાં આવેલ છે. કામગીરી કરનાર અધિકારી / કર્મચારી માં પો.સ.ઈ એ.એસ.ચૌહાણ,અ.હે.કો. અશોકભાઈ બળદેવભાઈ, પો.કો.મલ્કેશકુમાર રામસીંગભાઈ, વિજયભાઈ વસંતભાઈ, વિપીનભાઈ કનુભાઈ, સુહેલભાઈ ગુલામભાઈ જે એલ.સી.બી./સાયબર સેલ ભરૂચ દ્વારા કરવામાં આવેલ છે.