હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકે જીવ ગુમાવ્યો

વલસાડ, વલસાડ જિલ્લામાં મોડી રાત્રે હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. આ બનાવમાં ત્રણ આશાસ્પદ યુવકનાં મૃત્યુ થયા છે. આ બનાવ વલસાડ જિલ્લાના પારડી નજીક બન્યો હતો. અહીં બાઈક સવાર ત્રણ યુવકનાં કરુણ મોત થયા છે.
મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દોડધામ મચી ગઇ હતી. બનાવ બાદ પારડી પોલીસે સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકો પાસેથી મળેલા આઈકાર્ડના આધારે મૃતક યુવકો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોસમાડી ગામના હોવાનું બહાર આવ્યું હતું.
બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર મોડી રાત્રે એક પલ્સર બાઈક પર ત્રણ યુવકો સવાર થઈ અને પૂર ઝડપે હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા વાહને બાઇક સવાર યુવકોને ને ટક્કર મારી હતી. ટક્કાર બાદ યુવકો બાઇક સાથે હાઇવે પર ફંગોળાઇ ગયા હતા.
ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણેય યુવકનાં ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજયા હતા. ઘટનાની જાણ થતા જ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ પારડી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકોનાં મૃતદેહનો કબજાે લઈને પોસ્ટમોર્ટમ માટે રવાના કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં યુવકો પાસેથી મળેલા આઈકાર્ડના આધારે મૃતક યુવકો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોસમાડી ગામના હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોડી રાત્રે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આ મૃતક યુવકોના બાઇકને ટક્કર મારી અજાણ્યા વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.
આથી પોલીસે તેને ઝડપવા માટે તમામ દિશામાં તપાસ તેજ કરી છે. એક સાથે ત્રણ યુવકોનાં ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યાં મોત થવાને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો છે. બીજી તરફ પોલીસે અજાણ્યા વાહન ચાલકે શોધવાની કાર્યવાહી શરૂ કરી ધીધી છે.SSS