હિનાના પિતાના નિધન બાદ પ્રિયંકાએ સાંત્વના પાઠવી હતી
મુંબઈ: ગયા મહિને હિના ખાનના પિતાનું કાર્ડિયેક અરેસ્ટના કારણે નિધન થયું હતું. પિતાના નિધનના આઘાતમાંથી એક્ટ્રેસ હજી બહાર આવી હતી. તે તેના પિતાની એકદમ ક્લોઝ હતી. પિતાનું નિધન થયું ત્યારથી તે સોશિયલ મીડિયા પર અવારનવાર તેમની યાદમાં પોસ્ટ શેર કરતી રહે છે. હિના ખાને હવે જણાવ્યું છે કે, તેના પિતાના નિધન બાદ પ્રિયંકા ચોપરાએ તેને મેસેજ કર્યો હતો અને સાંત્વના આપી હતી.
એક ઈન્ટરવ્યૂમાં હિના ખાને જણાવ્યું કે, ‘મારા પિતાના નિધન બાદ પ્રિયંકા ચોપરાએ એક હૃદયસ્પર્શી મેસેજ મોકલ્યો હતો. પિતા ગુમાવવાનું દુઃખ શું હોય તે સારી રીતે સમજે છે. હું રિયલમાં પ્રિયંકા ચોપરાને લાઈક કરું છું. તે બિઝનેસવુમન હોવાની સાથે-સાથે વ્યક્ત એક્ટ્રેસ પણ છે. આટલી વ્યસ્તતાની વચ્ચે પણ તે નાની-નાની વાતો પર બારિકીથી ધ્યાન આપે છે. એક્ટ્રેસે કહ્યું કે, ‘પ્રિયંકાએ મારા પિતાના નિધન બાદ ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો. જે લાંબો હતો. પરંતુ પ્રામાણિકતાથી કહું તો, તેને માત્ર એક ટેક્સ્ટ મેસેજ કહેવો ખોટો ગણાશે, કારણ કે તે હૃદયસ્પર્શી મેસેજ હતો. જેમાં તેણે મેસેજમાં સંવેદના વ્યક્ત કરી હતી.
તેનો મેસેજ ખરેખર ખાસ અને મનને સ્પર્શી જાય તેવો હતો. હિના ખાન અને પ્રિયંકા ચોપરાની મુલાકાત કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૯માં થઈ હતી. ઈવેન્ટમાંથી બંનેની ઘણી તસવીરો પણ વાયરલ થઈ હતી. આ ઈવેન્ટ બાદ બંને સારા રિલેશન શેર કરે છે. કાનમાં મુલાકાત બાદ હિના ખાને પ્રિયંકા ચોપરા માટે એક પોસ્ટ લખી હતી. જેમાં તેણે દેસી ગર્લના વખાણ કર્યા હતા.
પરંતુ કામની શરૂઆત કરતી વખતે પણ તેને પિતાની યાદ સતાવી રહી હતી. હવે તે પોતાની સાથે સાથે માતાને પણ માનસિક રીતે મજબૂત કરવામાં લાગેલી છે. હિના ખાને હાલમાં જ માતા સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોની સાથે તેણે લખ્યું હતું કે, ‘મા, તારી ખુશી જ મારી ઈચ્છા છે, તારી રક્ષા કરવી એ મારો હક છે. હું કોઈ થેરાપિસ્ટ નથી, પરંતુ વચન આપુ છું કે હું તારું ધ્યાન રાખીશ, તારા આંસુ લુછીશ અને તારી વાત સાંભળીશ’.