હિના ખાને લેધર આઉટફિટમાં મદમસ્ત અદાઓ બતાવી
મુંબઈ, જાણીતી ટીવી એક્ટ્રેસ અને બિગ બૉસ ફેમ હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર બ્લેક લેધર આઉટફિટમાં સુંદર તસવીરો શેર કરી છે. તેનો આ અંદાજ લોકને ખુબ પસંદ આવી રહ્યો છે. આ તસવીરોમાં હિનાનો સિઝલિંગ અવતાર જાેતા જ લોકો આકર્ષાઇ ગયા છે.
હિનાના લાખો ફેન્સ તેની આ તસવીરો પર કૉમેન્ટ્સ કરી રહ્યાં છે. ટીવીના નાના પડદાથી લઇને બૉલીવુડમાં મોટા પદડા સુધી પોતાની અલગ ઓળખ બનાવનારી એક્ટ્રેસ હિના ખાન હંમેશા લોકોને પોતાના લૂકથી ઇમ્પ્રેસ કરી દે છે. હિનાએ પોતાની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે, જેને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
એકદમ સુંદર અવતારમાં દેખાઇ રહેલી હિના ખાન પહેલાથી વધુ સિઝલિંગ અને કૉન્ફિડેન્ટ આ તસવીરોમાં દેખાઇ રહી છે. હિના ખાનનુ લેટેસ્ટ ફોટોશૂટ લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હિના વેસ્ટર્ન આઉટફિટમાં પણ એકદમ સુંદર લાગી રહી છે.
હિના ખાને પહેલા ડેલી સોપથી ઘરે ઘરે ઓળખ બનાવી અને પછી બિગ બૉસમાં તેના તેવર અને અંદાજે લોકોને દિવાના કરી દીધી. આ હિના ખાનની પૉપ્યૂલારિટી જ છે કે તે નાના પડદાથી મોટા પદડા પર પગ મુકી ચૂકી છે. હિના ખાને બૉલીવુડમાં પણ પોતાની શરૂઆત કરી છે.
તે વિક્રમ ભટ્ટની ફિલ્મ હેક્ડમાં દેખાઇ છે. જાેકે ફિલ્મને સારી પ્રતિક્રિયા ન હતી. આ ઉપરાંત હિના ટીવી ટાઉનની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. હિના ખાને એકવાર ફરીથી કંઇક નવુ અને અલગ કર્યુ છે. હિના ખાનનુ લેટેસ્ટ ફોટોશૂટ આ વાતની સાબિત આપે છે. આ તેનો અત્યાર સુધીનું ગ્લેમરસ અને સિઝલિંગ ફોટોશૂટ છે. ઉલ્લેખનીય છે કે, હિના ખાન પોતાની એક્ટિંગથી વધુ ફેશન સેન્સને લઇને ફેન્સના દિલો પર રાજ કરે છે.SSS