Western Times News

Gujarati News

હિના ખાન પહેલી વરસી પર પિતાને યાદ કરીને ભાવુક થઈ

મુંબઈ, Hina Khan તેના પિતાની ખૂબ નજીક હતી. ખાસ કરીને રમઝાન મહિના દરમિયાન પિતા-દીકરીની વાતચીતના ક્યૂટ વીડિયો ફેન્સને જાેવા મળતા હતા. પરંતુ ગત વર્ષે એક્ટ્રેસ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો જ્યારે તેના પિતાનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું.

સૌથી ખરાબ વાત તો એ હતી કે, જ્યારે પિતાએ અંતિમ શ્વાસ લીધા ત્યારે કાશ્મીરમાં શૂટિંગ ચાલી રહ્યું હોવાથી હિના ખાન તેમની પાસે નહોતી. હિના ખાનના પિતાનું નિધન થયું તેને એક વર્ષ થઈ ગયું છે. ૨૦ એપ્રિલ, ૨૦૨૧માં તેઓ નિધન પામ્યા હતા અને બુધવારે તેમની વરસી હતી. વરસી પર પિતાને યાદ કરતાં હિના ખાને સોશિયલ મીડિયા પર પિતા સાથેની સંતાકૂકડીનો વીડિયો શેર કર્યો હતો.

હિના ખાને શેર કરેલા વીડિયોમાં તેના પિતા દિવાલ પાછળ સંતાયેલા છે. એક્ટ્રેસ તેમને જાેઈને હસતાં-હસતાં કહે છે કે, ‘શું કરી રહ્યા છો તમે?’. વીડિયોની સાથે લખ્યું છે ‘૨૦ એપ્રિલ ૨૦૨૧. આ દિવસે અમારા જીવનને હંમેશા માટે બદલી દીધું હતું ડેડ’.

હિના ખાન તેના મમ્મી સાથે પિતાને જે કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા ત્યાં ગઈ હતી. તેણે જે તસવીર શેર કરી છે, તેમાં તેના મમ્મી કબ્રસ્તાન બહાર ઈમોશનલ થઈને ઉભા છે. સાથે લખ્યું છે ‘મા..જે વ્યક્તિ તમારું સર્વસ્વ હતા તેમને ગુમાવવાથી વધારે કંઈ ખરાબ હોઈ શકે નહીં.

શ્રેષ્ઠ જીવનસાથી, શ્રેષ્ઠ પતિ, મિત્ર અને વધુ કંઈક. તેઓ તમને ખૂબ મિસ કરે છે ડેડ…ખૂબ જ’. હિનાએ પિતાની કબરની પણ તસવીર શેર કરી છે, જેના પર ફૂલોની ચાદર ચડાવી છે. આ સાથે લખ્યું છે ‘એક વર્ષ થઈ ગયું. તમને ખૂબ મિસ કરીએ છીએ’.

હિના ખાન માટે તેના પિતા મિત્ર જેવા હતા. રમઝાન દરમિયાન બંને સહેરી માટે સવારે વહેલા ઉઠી જતા હતા અને તેમના રમૂજી વીડિયો રેકોર્ડ કરીને ઓનલાઈન શેર કરતા હતા. આ વીડિયો રોજીંદા જીવન વિશે હતા, જેમ કે ફેન્સ મેળવવાથી ફ્રિજ સાફ કરવા અંગે અને તેમણે આડાઅવળી કરેલી વસ્તુના કારણે મમ્મીનો ઠપકો મળશે તેવા ડર સુધી.

ગયા વર્ષે, જ્યારે પિતાનું અવસાન થયું ત્યારે હિના ખાન શહીર શેખ સાથેના પ્રોજેક્ટ પર કામ કરી રહી હતી. ન્યૂઝ મળ્યા બાદ તે તરત જ મુંબઈ પરત ફરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.