હિના ખાન માલદીવ્સમાં જૂના મિત્ર સાથે રોમાન્સ કરવા લાગી
મુંબઈ, ટીવી અને બોલિવુડ એક્ટર રોહિત બોઝ રોય હાલ તેની પત્ની માનસી જાેશી સાથે માલદીવ્સમાં વેકેશન માણી રહ્યો છે. તો બીજી તરફ હિના ખાન પણ તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ અને પરિવાર સાથે ત્યાં છે. માલદીવ્સમાં ફરી રહ્યા હતા ત્યારે બંનેનો ભેટો થઈ ગયો હતો. રોહિક રોય અને હિના ખાન સારા મિત્રો છે અને આમ વેકેશન દરમિયાન મુલાકાત થવાથી તેઓ ખુશ થઈ ગયા હતા અને તસવીરો પણ ખેંચાવી હતી. રોહિત રોયે હિના ખાન સાથેની એક તસવીર શેર કરી છે આ સાથે તેણે લખ્યું છે ‘ધારો, માલદીવ્સમાં હું કોને મળ્યો.
આખરે આ નાની દુનિયા છે’. તેની પોસ્ટ પર કોમેન્ટ કરતાં હિના ખાને લખ્યું છે ‘ટ્રાવેલિંગ પ્રેમી લોકો માટે દુનિયા વધારે નાની થઈ જાય છે. આવી રીતે અવારનવાર મળવા રહેવાનો પ્રયાસ કરીએ. હિના ખાને પણ રોહિત રોય, તેની પત્ની તેમજ બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે એક તસવીર ખેંચાવી હતી.
જે તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. માલદીવ્સના દરિયાકિનારે રોહિત રોય અને હિના ખાને એક ઈન્સ્ટાગ્રામ પણ બનાવી છે. જેમાં બંને ‘શેરશાહ’ના સોન્ગ ‘રાત લંબિયા’ પર પર્ફોર્મન્સ આપતા જાેવા મળી રહ્યા છે. આ વીડિયો ફેન્સની સાથે-સાથે એક્ટરની પત્નીને પણ પસંદ આવ્યો છે અને તેણે બંનેને ‘ક્યૂટ’ કહ્યા છે. રોહિત રોયે પત્ની સાથેની પણ કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે અને લખ્યું છે ‘દરિયાકિનારાની સુંદર રેતી પર થોડા રોમેન્ટિક થવાનો સમય. પાણી પર ખાનગી ભોજન. યમ્મી ક્રેબની રાહ જાેઈ રહ્યો છું.
માલદીવ્સ ક્યારેય પણ સરપ્રાઈઝ આપવામાં નિષ્ફળ જતું નથી. તે સરળ રીતે જાદુઈ છે. પિતાનું નિધન થયા બાદ હિના ખાન પહેલીવાર વેકેશન માણવા ગઈ છે. અગાઉ પણ તેણે ઘણીવાર પિતા તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે માલદીવ્સમાં રજા માણી હતી. આ વખતે તે બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ અને તેના પરિવાર સાથે છે. માલદીવ્સમાંથી તે રોજ નવી તસવીરો શેર કરી રહી છે.SSS