હિન્દી ફિલ્મો મેળવી લેવાના મંદાનાના પ્રયાસો નિષ્ફળ
મુંબઇ, મોડલ અને અભિનેત્રી તથા પૂર્વ બિગબોસ સ્પર્ધક મંદાના કરીમી ફિલ્મો મેળવી લેવા માટે તમામ પ્રયાસો કરી રહી હોવા છતાં તેને સફળતા મળી રહી નથી. તે છેલ્લા કેટલાક સમયથી ફિલ્મો મેળવી લેવા સોશિયલ મિડિયા પર તેના હોટ અને બોલ્ડ ફોટા મુકી રહી છે. જો કે તેના તરફ નિર્માતા નિર્દેશકોનુ ધ્યાન જઇ રહ્યુ નથી. તે સારી ફિલ્મો કરવા માટે આશાવાદી બનેલી છે. તેની ગણતરી બોલિવુડની હોટ અને બોલ્ડ અભિનેત્રીમાં થાય છે. હિન્દી ફિલ્મોની સાથે સાથે ઇન્ટરનેશનલ ફિલ્મોમાં ભાગ્ય અજમાવવા માટે તે પ્રયાસ કરી રહી છે. કેટલીક ફિલ્મો ઇરાનમાં તેને હાથ લાગી હોવાના અહેવાલ મળ્યા છે.
જો કે, આ સંદર્ભમાં સમર્થન મળી શક્યું નથી. બોલીવુડમાં પણ નાના બજેટની ફિલ્મો તેને મળી છે. ફિલ્મ ક્યા કુલ હે હમમાં કામ કરી ચુકેલી મંદાના કરિમી હાલમાં એક ટીવી શોમાં નજરે પડી હતી. તે કેટલીક ફિલ્મોમાં જાવા મળી છે જેમાં રોય, ભાગ જાની અન મેં ઓર ચાલ્સનો સમાવેશ થાય છે. મંદાના કરિમીની અંગત પર્સનલ લાઇફ અનેક વિવાદોમાં રહી છે. પતિ સાથે ખરાબ સંબંધો અને મારામારીના કારણે પણ તેનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પોતાના ફોટા અને ટિપ્પણીઓના કારણે સતત ચર્ચામાં રહે છે. બોલીવુડની હોટ અભિનેત્રીઓ પૈકીની એક મંદાના કરિમીએ હવે નવા ફોટા ઇન્સ્ટાગ્રામ ઉપર મુકીને ચર્ચા જગાવી દીધી છે. પોતાના ટોપલેસ ફોટાઓ સોશિયલ મિડિયા ઉપર શેયર કરીને મંદાનાએ નવી ચર્ચા જગાવી છે. કોઇપણ ફિલ્મમાં હાલમાં કામ કરી રહી નહી હોવા છતાં મંદાના પોતાના ફોટાઓ અને સોશિયલ મિડિયા ઉપર બોલ્ડ નિવેદનના કારણે ચર્ચામાં રહી છે. હવે નવા ફોટા જારી કરવામાં આવ્યા છે.