હિન્દુત્વની વિચારધારાની સાથે જ હોવાનો ઉદ્ધવ ઠાકરેનો ફરી દાવો
મુંબઈ: કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાજ્ય વિધાનસભાની હજુ સુધી રહેલી પરંપરા મુજબ જ તેમની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી હતી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નવા ગઠબંધન મહા વિકાસ અઘાડીએ તેમને સંયુક્તરીતે સ્પીકર પદના ઉમેદવાર બનાવ્યા હતા. આ પહેલા વિપક્ષી દળ ભાજપે સ્પીકર પોસ્ટ માટે પોતાના ઉમેદવાર કિશન કઠોરેનું નામ છેલ્લી ઘડીએ પાછુ લઇ લીધું હતું. પટોલેની ચૂંટણી કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, નાના પટોલે એક કિસાન પરિવારમાં આવે છે. તેમણે કહ્યું હતું કે, તમામ સાથે ન્યાય કરશે તેવી તેમને આશા છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં અધ્યક્ષપદની ચૂંટણી બિનહરીફ કરવાની પરંપરા રહી છે. આ વખતે પણ પરંપરા જાળવી રાખવામાં આવી છે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે રહ્યું હતું કે, ભાજપે વિધાનસભા સ્પીકર પદ માટે કિશન કઠોરેના નામનું સૂચન કર્યું હતું. જા કે, ચૂંટાયેલા ધારાસભ્યોના નિવેદન બાદ વલણ બદલી દેવામાં આવ્યું હતું. રાજ્યની ઉદ્ધવ સરકારમાં કેબિનેટ મંત્રી અને એનસીપીના નેતા છગન ભુજબળે કહ્યું હતું કે, પહેલા વિપક્ષે પણ સ્પીકર પોસ્ટ માટે ઉમેદવાર ઉભા રાખ્યા હતા પરંતુ ધારાસભ્યો તરફથી અનુરોધ કરવામાં આવ્યા બાદ નામ પાછુ ખેંચી લીધું હતું. મુખ્યમંત્રી ઉદ્ધવના નેતૃત્વમાં ગઠબંધનની સરકાર બની ચુકી છે. નાના પટોલે ભાજપના પૂર્વ સાંસદ છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરીને સાંસદપદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યારબાદ ભાજપ સાથે છેડો ફાડી લીધો હતો અને કોંગ્રેસમાં જાડાયા હતા. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ફડનવીસ પ્રત્યે નરમ વલણના સંકેત આપ્યા છે.