હિન્દુવાદી નેતાઓને હત્યાની ધમકી મળતા ATS સક્રિય
(પ્રતિનિધિ) અમદાવાદ : ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુ જાગરણ મંચના અગ્રણી તિવારીની હત્યાની (Tiwari murder case of Hindu jagran manch in lucknow, Uttar Pradesh) ઘટના બાદ દેશભરમાં ભારે સનસનાટી મચી ગઈ છે આ દરમિયાનમાં વધુ એક હિન્દુવાદી નેતાને પાકિસ્તાન અને દુબઈથી ફોન મારફતે (Call from Pakistan and Dubai) સંખ્યાબંધ હત્યાની ધમકીઓ મળતા રાજયનું પોલીસ તંત્ર એલર્ટ બનેલું છે અને એટીએસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ફોન નંબરના આધારે તેને ટ્રેસ કરવામાં આવી રહયો છે.
આ અંગેની વિગત એવી છે કે રાજયના સુરત શહેરમાં તિવારીની હત્યાનું ષડયંત્ર ઘડાયું હતું લખનૌમાં તિવારીની હત્યા બાદ સમગ્ર ઘટનાની તપાસ સુરતમાં થઈ હતી અને એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ઘટનાના પગલે ગુજરાત પોલીસ એલર્ટ થયેલી છે. આ દરમિયાનમાં છેલ્લા કેટલાક દિવસથી વધુ કેટલાક હિન્દુવાદી નેતાઓને હત્યાની ધમકી મળવાનો સીલસીલો શરૂ થયો છે
રાજયના કુલ ૬ પોલીસ સ્ટેશનોમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. બીજીબાજુ આવી ફરિયાદોમાં સઘન તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં પણ આવી જ ફરિયાદ નોંધાઈ છે જેના આધારે ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.
નેતાઓને મળતી ધમકીમાં ફોન દુબઈ અને પાકિસ્તાનથી આવ્યા હોવાનું જણાઈ રહયું છે. લખનૌ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તબક્કાવાર બેઠકો યોજી આ અંગે સઘન કાર્યવાહી કરવામાં આવતા કેટલીક મહત્વપૂર્ણ વિગતો પણ મળી છે બીજીબાજુ તિવારી હત્યા કેસમાં ત્વરિત કામગીરી કરી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરતા હવે આ ફરિયાદોમાં પણ એટીએસના અધિકારીઓ જાડાઈ ગયા છે અને જે અગ્રણીઓેને ધમકી મળી છે
તેઓની પણ પુછપરછ કરવામાં આવી રહી છે આ ઉપરાંત ફોન નંબર પણ મેળવીને તેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ષડયંત્રમાં કેટલાક સ્થાનિક શખ્સો પણ સંડોવાયેલા હોવાનું મનાઈ રહયું છે.