Western Times News

Gujarati News

હિન્દુસ્તાન યુનિલીવરે સાબૂની કિંમતમાં ભાવ વધારો કર્યો

નવીદિલ્હી, હિન્દુસ્તાન યૂનિલીવરે આમ આદમીને મોટો આંચકો આપ્યો છે. એફએમસીજી કંપનીએ જાહેરાત કરી છે કે તેઓ તબક્કાવાર સાબુઓની કિંમતોમાં છ ટકા વધારો કરશે. કંપનીએ કહ્યુ છે કે પામ તેલની કિંમતોમાં વધી રહેલા ખર્ચને કારણે કંપનીઓ આ પગલું ભર્યું છે. નોંધનીય છે કે કંપનીની એવી ઘણી પ્રોડક્ટ્‌સ છે જે લોકોની વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ છે.
સાબુની કેટેગરીમાં એચયુએલ અગ્રણી કંપની છે. કંપનીની પ્રસિદ્ધ બ્રાન્ડમાં ડવ, લક્સ, લાઇફબાય, પીયર્સ, હમામ, લિરિલ અને રેક્સોના જેવા સાબુ છે. એચયૂવીના મુખ્ય નાણા અધિકારી શ્રીનિવાસ પાઠકે કહ્યુ કે, છેલ્લા છ મહિનામાં પામ તેલની કિંમતમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થયો છે. પાઠકે ત્રીમાસિક પરિણામોની જાહેરાત બાદ પ્રેસ કાન્ફરન્સમાં કહ્યુ કે અમે સાબુની કિંમતો વધારીશું.

જે અંતર્ગત કિંમતોમાં પાંચથી છ ટાકનો વધારો થશે. આ વધારો તબક્કાવાર કરવામાં આવશે. ડિસેમ્બર, ૨૦૧૯ના પૂરા થતા ત્રિમાસિક ગાળામાં એચયૂએલનો ચોખ્ખો નફો ૧૨.૯૫ ટકા વધીને ૧,૬૩૧ કરોડ થયો છે. આ દરમિયાન કંપનીનું વેચાણ ૩.૮૭ ટકા વધીને ૯,૯૫૩ કરોડ રૂપિયા રહ્યું છે. એ યાદ રહે કે કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ અને સીએએના વિરોધમાં ભાષણ આપ્યા બાદ ભારતે મલેશિયા પાસેથી પામ તેલની આયાત રોકી દીધી છે. ભારત વર્ષે આશરે ૧.૫ કરોડ ટન વનસ્પતિ તેલની આયાત કરે છે. જેમાં પામ તેલનો હિસ્સો ૯૦ ટકા છે. બાકી ૬૦ લાખ ટન સોયાબીન અને સૂરજમૂખી તેલની આયાત થાય છે. પામ તેલ મુખ્યત્વ ઇન્ડોનેશિયા અને મલેશિયામાંથી આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.