હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના બીજા દિવસે રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિ
હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો-૨૦૨૫
અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રિ-દિવસીય હિન્દુ આધ્યા
ત્મિક સેવા મેળાના બીજા દિવસે રાજ્યના પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિ
વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ બીજ દિવસે મહિષાસુર મર્દિની આચાર્ય વંદન કાર્યક્રમ નિહાળ્યો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા હિન્દુ સમાજની સામાજિક અને ધાર્મિક એકતાનો પ્રેરણાદાયી સંદેશ
આપતા આ ભવ્ય મેળાનું આયોજન સેવા દેખાવ નહીં, પરંતુ સ્વભાવ બને તેવા આશય સાથે અમદાવાદ ખાતે ૨૩ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવ્યું છે. આ સેવા મેળામાં ૨૪ જાન્યુઆરીએ મહિષાસુર મર્દિની આચાર્ય વંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન-પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા, ઈસ્કોન મંદિર- વૃંદાવનના વિષ્ણુનામદાસપ્રભુ અને કમિજળાના મહંત જાનકીદાસજી ગુરુજી દ્વારકા દાસજી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, એચ.એસ.એસ.એફ દ્વારા અમદાવાદ ખાતે આયોજીત આ સંસ્કારોત્સવમાં ૨૫૦થી વધુ હિન્દુ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી ૧૧ કુંડી સામાજિક સમરસતા યજ્ઞ, ૧૧ થી વધુ મંદિરોના જીવંત દર્શન ૧૫થી વધુ પ્રખ્યાત મંદિરોની પ્રતિકૃતિ, વનવાસી ગામ, ગંગા આરતી કુંભ મેળાના દર્શન અને ઈસરો- એનસીસી સંસ્થા દ્વારા ખાસ મેળામાં આકર્ષણ જમાવ્યું છે.