હિન્દુ યુવાનના અંતિમ સંસ્કાર કરી મુસ્લિમ યુવાનોએ કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડ્યુ
(પ્રતિનિધિ) હાલોલ. પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં એક હિન્દૂ પરિવારમાં યુવાનનુ મોત થતાં મુસ્લિમ યુવાનો એ હિન્દૂ રિતિરિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરીને અનોખી કોમી એકતાનો સંદેશો પુરો પાડ્યો હતો.
પંચમહાલ જીલ્લાના હાલોલનગરના મૂસ્લિમ વિસ્તારમાં ૧૫ વર્ષથી ભાડૂઆત તરીકે રહેતા ડ્રાઈવર તરીકે છૂટક કામકાજ કરતા રાજૂભાઈ દાસનુ હાર્ટએટેક આવતા મોત થયુ હતુ.તેમના પરિવારમાં પત્ની,પુત્ર,પુત્રીને વિલાપ કરતા મૂકી ગયા હતા. પોતે એકલા રહેતા હોઈ તેમના અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ સગાસંબધી પણ હતા નહી.
આથી તેમના નજીકના રહેતા મૂસ્લિમ પરિવારના યુવાનોએ સલીમભાઈ મહંમદયાસીન શેખ, ગુલામભાઈ, જમલભાઈ કાઝી ગુલામભાઈ કાઝી, બિલભાઈ કરિયાણા વાળા અન્ય હિન્દુ યુવાન સાગરભાઈ સહિતનાઓએ ભેગા મળીને રાજુભાઈના મૃતદેહને હિન્દુવિધી અનૂસાર અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.
અંતિમ સંસ્કાર માટે પડોશીઓ પણ આર્થિક મદદરૂપ પરીવારને બન્યા હતા, અને ધાર્મિક સંસ્થાઓ અને દાનવીરો આ પરીવારની મદદ માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી છે.