હિન્દૂ યુવા વાહીની દ્વારા યુવા નેતા જીગરભાઈ ઇનામદાર નું વડોદરા ખાતે સન્માન કરવામાં આવ્યું
હિન્દૂ યુવા વાહીની ગુજરાત દ્વારા વડોદરા ખાતે મહારાજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ના સિન્ડિકેટ, સેનેટ મેમ્બર, સમગ્ર ગુજરાત માં અપાર લોકચાહના ધરાવનાર, યુવાનો ના પ્રિય, યુવાનેતા જીગરભાઈ ઇનામદાર નું ભારત માતા ની પ્રતિમા તેમજ તલવાર આપી શાલ ઓઢાડી હિન્દૂ યુવા વાહીની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિકાસ આહિર, પ્રચારક – અરવલ્લી જિલ્લા અધ્યક્ષ હર્ષુ પંડ્યા તેમજ મહીસાગર જિલ્લા અધ્યક્ષ વિશાલ જોશી દ્વારા સન્માન કરવા માં આવ્યું હતું..
જે પ્રસંગે જીગરભાઈ દ્વારા એમ.એસ.યુનિવર્સિટી માં યુવાનો માટે ચાલતાં કાર્યક્રમો તેમજ રાષ્ટ્રનિર્માણ માં યુવાનો દ્વારા આયોજિત કાર્યો તેમજ અવનવી પ્રવૃતિઓ અંગે ની માહિતી આપવા માં આવી હતી.. સમગ્ર ગુજરાત ના યુવાનો માં યુવા જાગૃતતા વધે, તેમજ યુવાનો નું ઘડતર થાય તે અંગે ના કાર્યક્રમો ની પણ તેઓ એ જાણકારી આપી હતી.તેમજ ગુજરાત ના છેવાડાના ગામ સુધી ના વિધાર્થી ને પણ શિક્ષણ મળે તે અંગે ની જાગૃતતા માટે તેઓ એ યુવાનો ને આગળ વધવા માટે ની અપીલ કરી હતી..તેમજ આગામી સમય માં આયોજિત કાર્યક્રમો અંગે ની જાણકારી આપી હતી.. તેઓ એ હિન્દૂ યુવા વાહીની ગુજરાત દ્વારા થતાં સામાજિક, ધાર્મિક કાર્યકમો અંગે ની પણ તેઓ એ સરાહના કરી હતી.જે પ્રસંગે સરદાર પટેલ ગૃપ મહાસચિવ ચિરાગ વડોદરિયા, હિન્દૂ યુવા વાહીની એમ. એસ.યુ અધ્યક્ષ મેક્સ ગેહલોત, મહાવીરસિંહ રાજ, પુનિતસિંહ રાજપૂત, યશ દાની તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં..