હિપેટાઇટિસને કારણે દર 30 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે

આશરે 5 કરોડ ભારતીયો હિપેટાઇટિસ Bથી પીડિત છે
હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ E ફિક્કો -ઓરલ માર્ગે ફેલાય છે. હપેટાઇટિસ B અને C બ્લડ ટ્રાન્સફ્યુઝ, દૂષિત નીડલ અને અસુરક્ષિત જાતિય પદ્ધતિથી ફેલાઇ શકે છે.
દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હિપેટાઇટિસ દિવસની ઉજવણી થાય છે, જેનો આશય વાયરલ હિપેટાઇટિસ બિમારીમાં યકૃત પર સોજો આવે છે, જેના કારણે યકૃતનો રોગ અને હિપેટોસેલ્યુલર કેન્સર થાય છે. વાયરલ હિપેટાઇટિસ ઇન્ફેક્શનથી થાય છે. આ ઇન્ફેક્શન માટે પાંચમાંથી એક હિપેટોટ્રોપિક વાયરસ જવાબદાર હોય છે, જેમના નામ છે –
હિપેટાઇટિસ A વાયરસ (HAV), હિપેટાઇટિસ B વાયરસ (HBV), હિપેટાઇટિસ C વાયરસ (HCV), હિપેટાઇટિસ D વાયરસ (HDV) અને હિપેટાઇટિસ E વાયરસ (HEV). વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા મુજબ, દર 30 સેકન્ડે એક વ્યક્તિનું હિપેટાઇટિસ સાથે સંબંધિત બિમારીને કારણે મૃત્યુ થાય છે.
ભારતમાં હિપેટાઇટિસ સંબંધિત કેસ અને હિપેટાઇટિસ સંબંધિત મૃત્યુનો આંકડો ગંભીર ચિંતાજનક બાબત છે. અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના (Apollo Hospital Ahmedabad gujarat India) કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ડૉ. અપૂર્વ શાહે (Dr. Apurva Shah) કહ્યું હતું કે, “WHO દ્વારા તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ, આશરે 5 કરોડ ભારતીયો હિપેટાઇટિસ Bથી પીડિત છે
અને આશરે 1.2 કરોડ લોકોમાં હિપેટાઇટિસ Cનું નિદાન થયું છે. વાયરસ હિપેટાઇટિસ સાથે સંબંધિત મૃત્યુમાં હિપેટાઇટિસ B અને હિપેટાઇટિસ C થી મૃત્યુદર 96 ટકાથી વધારે છે. કમનસીબે હિપેટાઇટિસના દર્દીઓ બિમારી જીવેલણ સ્વરૂપ ધારણ ન કરે ત્યાં સુધી અજાણ રહે છે. આટલી મોટી સંખ્યામાં દર્દીઓ હોવાથી હિપેટાઇટિસ વિશે, તેના ચિહ્નો વિશે, વહેલાસર નિદાન અને સમયસર સારવાર વિશે લોકોને તાત્કાલિક જાગૃત કરવાની જરૂર છે.”
હિપેટાઇટિસના આશરે 80 ટકા દર્દીઓ તેમની સ્થિતિથી વાકેફ હોતા નથી અને એટલે પ્રાથમિક તબક્કાઓમાં એને “મૂક બિમારી” ગણાવવામાં આવે છે. ઉપરાંત જ્યારે મહામારી દરેક સ્થિતિસંજોગોમાં ફેલાઈ રહી છે, ત્યારે હિપેટાઇટિસની ઘણી નવી જટિલતાઓ ધ્યાનમાં આવી છે.
આ વિશે ડૉ. અપૂર્વ શાહે ઉમેર્યું હતું કે, “ઓટોઇમ્મ્યૂન હિપેટાઇટિસ (AIH) યકૃતના સોજાની બિમારી છે, જે માટે આનુવંશિક રીતે સંવેદનશીલ દર્દીઓમાં પર્યાવરણજન્ય પરિબળોથી થાય છે. જ્યારે આ અતિ દુર્લભ છે, ત્યારે થોડા દર્દીઓ કોવિડની સારવાર પછી ઓટો ઇમ્મ્યૂન હિપેટાઇટિસથી પીડાય છે.
જ્યારે મોટી સંખ્યામાં નમૂનાઓનું પરીક્ષણ થવાનું અને સાબિત થવાનું બાકી છે, ત્યારે દુનિયાભરમાં કોવિડ-19 ઇન્ફેક્શન માટે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ વચ્ચે યકૃતની હળવાથી મધ્યમ અસાધારણતા અવારનવાર જોવામાં આવે છે. તીવ્ર હિપેટાઇટિસ સાથે કોવિડ-19 ઇન્ફેક્શન માટે જાણીતા જોખમી પરિબળો ધરાવતા દર્દીઓને આઇસોલેટ કરવા જોઈએ અને એમનું પરીક્ષણ થવું જોઈએ.”
ડો. રાજીવ બંસલ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ, નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, (Dr. Rajiv Bansal Gastro. Narayana Multispeciality) કહ્યું હતું કે “હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ E ફિક્કો -ઓરલ માર્ગે ફેલાય છે. હપેટાઇટિસ B અને C બ્લડ ટ્રાન્સફ્યુઝ, દૂષિત નીડલ અને અસુરક્ષિત જાતિય પદ્ધતિથી ફેલાઇ શકે છે. હિપેટાઇટિસ A અને B ને રસી દ્વારા અટકાવી શકાય છે, જે પુખ્તવય અને બાળકો બંન્ને માટે ખૂબજ સુરક્ષિત છે. હિપેટાઇટિસ E અને C ની હાલમાં કોઇ રસી નથી, પરંતુ તેને અટકાવી શકાય છે.
એક જ નિડલ અથવા રેઝર શેર કરવાનું ટાળો, બ્લડના સંભવિત એક્સપોઝર બાદ યોગ્ય રીતે હાથ ધોવો, બ્લડ અને શારીરિક તરલ પદાર્થોનો સીધો સંપર્ક ટાળો, સ્વચ્છ ભોજન આરોગો અને પિઅર્સિંગ માટે સ્ટરાઇલ નિડલ્સનો ઉપયોગ કરવાથી વ્યક્તિ પોતાની જાતને હિપેટાઇટિસથી સુરક્ષિત રાખી શકે છે.”
હિપેટાઇટિસ લાંબા ગાળાનું અને ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેમ કે લિવર ફાઇબ્રોસિસ, સાયરોસિસ, હેપટિક કેન્સર અને લિવર ફેઇલ્યર. એટલે આ જટિલતાઓ ટાળવવા સમયસર હિપેટાઇટિસની સારવાર કરાવવી જરૂરી છે.
જ્યારે કોઈ પણ વ્યક્તિને હિપેટાઇટિસ થઈ શકે છે, ત્યારે યકૃતની બિમારી, સાયરોસિસ કે યકૃતનાં કેન્સરની ફેમિલી હિસ્ટ્રી ધરાવતા, અવારનવાર કમળાથી પીડિત, સર્જરીમાંથી પસાર થયેલા અને લોહી ચઢાવવું પડ્યું હોય એવા લોકો, ટેટ્ટુ કરાવતા લોકો અને આઇવી ડ્રગનું સેવન કરતા લોકોને હિપેટાઇટિસ B અથવા Cનું નિદાન થવાનું જોખમ ધારે હોય છે.
હેપિટાઇટસ B અને Cનું નિદાન કરાવવા સરળ બ્લડ ટેસ્ટ (લોહીનું પરીક્ષણ) પર્યાપ્ત છે. હિપેટાઇટિસ B અને C બંનેની સારવાર થાય છે અથવા અસરકારક રીતે એને નિયંત્રણમાં રાખી શકાશે. એન્ટિવાયરલ મુખ વાટે લેવાતી દવાઓથી હિપેટાઇટિસની સારવાર કરી શકાય છે, જેથી યકૃતને વધારે નુકસાન ટાળી શકાશે.