હિપેટાઇટિસ સી વાયરસની શોધ કરનાર ત્રણ વૈજ્ઞાનિકોને નોબલ પુરસ્કાર
નવીદિલ્હી, ફિઝિયોલોજી અને મેડિસિન ૨૦૨૦નું નોબલ પ્રાઇઝ સંયુકત રીતે હાર્વે જે ઓલ્ટર માઇકલ હ્યુટન અને ચાર્લ્સ એમ રાઇઝને આપવામાં આવશે આ પુરસ્કાર તેમને હિપેટચાઇટિસ સી વાયરસની શોધમાં યોગદાન બદલ આપવામાં આવશે આ ત્રણેય વૈજ્ઞાનિકોએ મૌલિક શોધ દ્વારા એક નોવેલ વાયરસ હિપેટાઇટિસ સીની ઓળખ કરી હતી.
પુરસ્કાર આપનાર સંસ્થાનું કહેવુ છે કે આ વર્ષનો નોબલ પુરસ્કાર એ ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવશે જેમણે રકત જનિત હિપેટાઇટિસ વિરૂધ્ધ લડાઇમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ એક પ્રમુખ વૈશ્વિક આરોગ્ય સમસ્યા છે આ કારણે દુનિયાભરના લોકોમાં સિરોસિર અને યકૃત કેન્સરના રોગ થાય છે.