હિમવર્ષાની અસર: મુંબઈમાં ઠંડીએ તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ

મુંબઈ, પહાડી રાજ્યોમાં બરફવર્ષાની અસર સામાન્ય રીતે ઉકળાટભર્યા માહોલ માટે જાણીતા મુંબઈ સુધી દેખાઈ રહી છે.
મુંબઈમાં શિયાળાએ જમાવટ કરી છે અને ઠંડીએ દસ વર્ષનો રેકોર્ડ તોડયો છે.જાન્યુઆરીમાં પણ મુંબઈમાં સામાન્ય રીતે એટલી ઠંડી નથી પડતી હોતી પણ શનિવારે વરસાડી ઝાપટા અને રવિવારે ધુળની ડમરીઓ ઉડયા બાદ ફરી ઠંડીએ મુંબઈમાં વાપસી કરી છે.
મુંબઈની ઠંડી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.હવામાન વિઇભાગના કહેવા પ્રમાણે મુંબઈમાં રવિવારની રાત સૌથી વધારે કોલ્ડ રહી હતી.આ દરમિયાન લઘુતમ તાપમાન 15 ડિગ્રી સુદી પહોંચ્યુ હતુ.આમ ઠંડીએ દસ વર્ષો રેકોર્ડ તોડયો છે.
પાકિસ્તાનમાંથી ઉઠેલા ધુળના તોફાનની અસરના કારણે મુંબઈમાં ઠંડીની સાથે સાથે વિઝિબિલિટી ઓછી થઈ હતી અને રવિવારે લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.સાથે સાથે મુંબઈમાં પ્રદુષણનુ પ્રમાણ પણ વધ્યુ હતુ.