હિમાંશુની કરુણાસભર વાત સાંભળીને રડી પડ્યો રેમો
મુંબઇ, રેમો ડિસૂઝાની ગણતરી આજે બોલિવુડના ટોપ ડાન્સ કોરિયોગ્રાફરમાં થાય છે. આજે તેઓ જે સ્થાને છે ત્યાં પહોંચવા માટે તેમણે અતિશય મહેનત કરી છે, પડકારોનો સામનો કર્યો છે. રેમો ડિસૂઝા પોતે આર્થિક તંગી સામે ઝઝૂમી ચૂક્યા છે અને એટલે જ કદાચ તેઓ બીજાની પીડાને સારી રીતે સમજી શકે છે. જ્યારે પણ તક મળે ત્યારે તેઓ મદદ કરવાથી પાછળ નથી હટતાં.
હાલમાં જ ડીઆઈડી લિટલ માસ્ટર્સ ૫ના સેટ પર કન્ટેસ્ટન્ટની પીડાદાયક વાત સાંભળીને રેમો ભાવુક થયો હતો અને તેણે તરત જ મદદદ કરવાની તૈયારી દર્શાવી હતી. હાલમાં જ શરૂ થયેલા ડાન્સ રિયાલિટી શો ‘ડીઆઈડી લિટલ માસ્ટર્સ ૫’માં ૮ વર્ષના કન્ટેસ્ટન્ટ હિમાંશુએ પર્ફોર્મન્સ આપ્યું હતું. હિમાંશુના પર્ફોર્મન્સે સૌના દિલ જીતી લીધા પણ તેની કરુણાસભર વાત સૌની આંખમાં આંસુ લાવી ગઈ.
રેમોને જાણવા મળ્યું કે, હિમાંશુની માતાએ લોન લીધી છે અને તેના પિતા પણ આ દુનિયામાં નથી રહ્યા ત્યારે તે તરત જ મદદ માટે આગળ આવ્યો હતો. રેમોએ હિમાંશુને કહ્યું કે, તેની લોનની જેટલી પણ રકમ બાકી હશે તે પોતે ચૂકવી દેશે. સાથે હિમાંશુ અને તેની મમ્મીને કોઈપણ જાતની ચિંતા ના કરવાની હૈયાધારણા આપી હતી.
દિલ્હીના રહેવાસી હિમાંશુએ પહેલા એપિસોડમાં જ પોતાના ટેલેન્ટથી સૌના દિલ જીતી લીધા. હિમાંશુ નાનો હતો ત્યારે જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. પિતાને ગુમાવ્યા બાદ તેના પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો. પરિવાર એક-એક રૂપિયા માટે વલખાં મારતો હતો. પતિનું મૃત્યુ થતાં બધી જ જવાબદારી હિમાંશુના મમ્મી પર આવી ગઈ.
તેમણે ગુજરાન ચલાવવા રિક્ષા ફેરવવાનો ર્નિણય કર્યો. જાેકે, મહિલા રિક્ષાચાલક બનવાની હિમાંશુની મમ્મીની સફર સરળ નહોતી. ભાડે પર રિક્ષા મળતી નહોતી અને તેમની પાસે રિક્ષા ખરીદવાના રૂપિયા ના હોવાથી ૮ લાખ રૂપિયાની લોન લીધી હતી.
લોકોએ હિમાંશુની મમ્મીને રિક્ષા ચલાવતી જાેઈ ત્યારે તેના પર નજર બગાડી હતી એટલું જ નહીં કેટલાય ટોણાં માર્યા હતા. દીકરા અને પરિવારની જવાબદારી માથે હોવાથી તે સામાજિક ઝેરના ઘૂંટડા ભરતી રહી. હિમાંશુ અને તેનાં મમ્મીની યાતના સાંભળીને રેમો ડિસૂઝાની આંખો ભીજાઈ ગઈ અને તેમણે તરત જ મદદ કરવાનો ર્નિણય કર્યો.SSS