Western Times News

Gujarati News

હિમાચલના ધર્મશાળામાં ભૂૂકંપના આંચકા અનુભવાયા

Files Photo

ધર્મશાળા: હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં રિએકટર સ્કેલ પર તેની તીવ્રતા ૩ આંકવામાં આવી હતી. નેશનલ સેંટર ફોર સીસ્મોલોજીએ તેની પુષ્ટી કરી છે જાે કે ભૂકંપથી કોઇ પ્રકારની જાનહાની થઇ હોવાના અહેવાલો નથી

આ પહેલા પાંચ મેચના રોજ આસામના સોનિતપુુરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો રિએકટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૫ રહી હતી.આસસામમાં ૨૮ એપ્રિલે પણ ભૂૂકંપનો તેજ આંચકો અનુભવાયો હતો તે સમયે તેની તીવ્રતા ૬.૪ માપવામાં આવી હતી

ધર્મશાળામાં આવેલ ભૂકંપને કેટલાક લોકોને ખબર પણ પડી ન હતી પરંતુ કેટલાક લોકો પોતાના ઘરોમાંથી માર્ગો ઉપર ઉતરી આવ્યા હતાં.જાે કે બાદમાં તેઓ ઘરોમાં પરત ફર્યા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.