Western Times News

Gujarati News

હિમાચલના લાહૌલ સ્પિતિમાં ભારે વરસાદ: ૨૪ જાન્યુઆરી સુધી વાહનોની એન્ટ્રી બંધ

નવીદિલ્હી, હિમાચલ પ્રદેશના વધુ ઉચાઇવાળા લાહૌલ સ્પિતિ જીલ્લામાં મૌસમ ખુબ ખરાબ જાેવા મળી રહ્યું છે. જેને કારણે પ્રશાસને પર્યટક વાહનો પર કેટલોક પ્રતિબંધ મુકી દીધો છે. હવે વાહનોને રોહતાંગ દર્રામાં અટલ સુરંગ દ્વારા ફકત સવારે ૧૦ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી અને બપોરે ૧૨ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ઘાટીમાં પ્રવેશ કરવાની મંજુરી છએ આ મુદ્‌ત દરમિયાન પ્રવેશ કરનારા વાહનોને સાંજે ચાર વાગ્યા સુધી ઘાટી છોડવાનું ફરજિયાત છે.

લાહૌલ સ્પિતિના ડેપ્યુટી કમિશ્નર પંકજ રાણાએ જણાવ્યું હતું કે કેલોન્ગ ઉદયપુર કે લાહૌલની કોઇ પણ અન્ય સ્થાન પર અગ્રિમ બુકીંગ વાળા પર્યટકોને મૌસમની સ્થિતિમાં પોતાના નક્કી સ્થાન સુધી પહોંચવાની મંજુરી હશે આ આદેશ ૨૪ જાન્યુઆરી સુધી લાગુ રહેશે. સુરંગ સવારે ૧૧થી બપોરના ૧૨ વાગ્યાની વચ્ચે સારસંભાળ માટે બંધ રહેશે માર્ગની સ્થિતિ અને ઘાટીમાં ગાડી ચલાવવાની આદતથી પરિચિત સ્થાનિક નિવાસીઓને પણ કોઇ પણ તાકિદની સ્થિતિ ઉપરાંત પોતાના ધો સુધી સાંજે પાંચ વાગ્યા સુધી પહોંચવાની સલાહ આપવામાં આવી છે રાયે કહ્યું કે વાગનોની અવર જવર ખાસ કરીને પર્યટકોની ઘાટીમાં સતત વધી રહી છે કારણ કે ગત વર્ષ ઓકટોબરમાં અટલ સુરંગનું ઉદ્‌ધાટન કરવામાં આવ્યું હતું.

લાહૌલ ઘાટીમાં બરફવર્ષા અને ઓછા તાપમાનના કારણે માર્ગ પર સવાર અને સાંજે દરમિયાન માર્ગ સપસણો બની જાય છે જેથી ડ્રાઇવિંગ જાેખમ ભરેલ થઇ જાય છે. હમપાતને કારણે બરફવર્ષા અને ખરાબ માર્ગની સ્થિતિના કારણે લાહૌલ સ્પીતિના પોલીસ અધિકારી પોત પોતાની સીમા સડક સંગઠનની સમકક્ષોથી પરામર્શ કરી રહ્યા ંછે અને કુલ્લુ જિલ્લા પોલીસની સાથે મળી કામ કરી રહ્યાં છે જેથી અટલ પોર્ટલના નોર્થ પોર્ટલથી સોલંગ નાળાથી આગળ વાહનોને અવરજવરની મંજુરી આપી શકાય.હિમાચલ પ્રદેશમાં ન્યુનતમ તાપમાનમાં ચાર ડિગ્રી ધટાડાની સાથે તીવ્ર શીત લહેરની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે સમગ્ર રાજયમાં બરફવર્ષા અને વરસાદ જારી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.