Western Times News

Gujarati News

હિમાચલના CM બદલવા ક્વાયત, ઠાકુરને દિલ્હીનું તેડું

સિમલા, ગુજરાતના સીએમ બદલવામાં આવ્યા બાદ હવે હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરને દિલ્હીનુ તેડુ મોકલવામાં આવ્યુ છે. આજે જયરામ ઠાકુરને દિલ્હી બોલાવવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસે પ્રચાર પણ શરૂ કરી દીધો છે કે, ભાજપ દ્વારા જયરામ ઠાકુરને સીએમ પદેથી હટાવવામાં આવી રહ્યા છે. જયરામ ઠાકુર ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરશે.

આ મુલાકાત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં પેટાચૂંટણી થવાની છે અને આગામી વર્ષે વિધાનસભાની ફરી ચૂંટણી યોજાશે. જયરામ ઠાકુરને પાંચ દિવસમાં બીજી વખત દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ગુજરાત પ્રકરણ બાદ તરત જ હિમાચલ પ્રદેશના સીએમને ભાજપે દિલ્હી બોલાવતા અટકળોનુ બજાર ગરમ થઈ રહ્યુ છે. કારણકે જયરામ ઠાકુર હજી બુધવારે જ ભાજપના ટોચના નેતાઓને મળ્યા હતા. રાજ્યના મંત્રીઓના પરફોર્મન્સ પર પણ પાર્ટી નજર રાખી રહી છે.

બીજી તરફ કોંગ્રેસનુ કહેવુ છે કે, ભાજપને લઈને રાજ્યમાં લોકોનો ભારે ગુસ્સો છે. ભાજપ સિમલામાં પણ રેલી કરી શકે તેવી સ્થિતિમાં નથી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.