હિમાચલનું ખજ્જિયારઃ ભારતનું મિની સ્વિટ્ઝરલેન્ડ!
ખજ્જિયારમાં સાહસિકો માટે સૌથી મોટું કોઈ આકર્ષણ હોય તો તે છે પેરાગ્લાઈડિંગ !
આજકાલ એન્વેચર ટ્રીપ ટેન્ડમાં છે. હવે રખડપટ્ટી કરનારાઓને કોઈ સ્થળ જાેઈને સંતોષ થતો નથી. તેમને કંઈક થિલિંગ જાેઈએ છે. આ માટે તેઓ પેરાગ્લાઈડિંગ, કેબલ કાર રાઈડ, સ્કાઈ ડાઈવિંગ, ડ્રેગન બોટ વગેરેનો આનંદ માણતા હોય છે. જાે તમે પણ આવા શિલિંગ અનુભવ માટે ફરવા જવાનું વિચારી રહ્યાં હો તો ખજ્જિયાર તમારા માટે બેસ્ટ સ્પોટ છે.
ખજ્જિયાર હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું એક અદ્દભુત સ્થળ છે. તેની કુદરતી સુંદરતાના કારણે તેને ભારતનું મીની સ્વિટ્ઝલેન્ડ કહેવામાં આવે છે. તેની સુંદરતાને કારણે જ ચંબાના તત્કાલિન રાજાએ ખજ્જિયારને પોતાની રાજધાની બનાવી હતી.
દર વર્ષે સેંકડો પર્યટકો અહીં ખાસ કરીને પેરાગ્લાઈડિંગ માટે તેની મુલાકાત લે છે. સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા પ્રવાસીઓનો ઉત્સાહ વધારવા માટે અહીં પેરાગ્લાઈડિંગ ફેસ્વિટલનું પણ આયોજન કરવામાં આવે છે. ચંબા અને ડેલહાઉસી પાસે વસેલું ખજ્જિયાર પર્યટકો માટે ખૂબ જ આકર્ષક સ્થળ છે.
તે પશ્ચિમી હિમાલયના ભવ્ય ઘોલાધાર પર્વતની તળેટીમાં આવેલું છે. ડેલહાઉસીથી લગભગ ર૪ કિલોમીટર દૂર આવેલા ખજ્જિયારમાં ફરવા માટેની અનેક જગ્યાઓ છે. અહીં પ હજાર વર્ગફૂટ ક્ષેત્રફળમાં ફેલાયેલા ખજિયાર લેકની વચોવચ સ્થિત ટાપુ પર બેસીને તમે કલાકો સુધી પ્રકૃતિના અદ્દભૂત સૌંદર્યને નિહાળવાનો લ્હાવો લઈ શકો છો.
અહીં એક નાગ દેવતાનું મંદિર પણ છે. જયાં તેમની પૂજા માટે સ્થાનિકો આવતા રહે છે. પહાડી સ્થાપત્ય કળાથી નિર્મિત ૧૦મી શતાબ્દિનું આ મંદિર ખજ્જિ નાગા મંદિર તરીકે ઓળખાય છે. મંદિરના મંડપના ખૂણામાં પાંચ પાંડવોની લાકડાની મૂર્તિઓ સ્થાપિત છે. એવી માન્યતા છે કે પાંડવો પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવીને રોકાયા હતા. એક માન્યતા એવી છે કે ખજ્જિ નાગના કારણે જ આ વિસ્તારનું નામ ખજ્જિયાર પડ્યું હતું.
આ સિવાય અહીં ભગવાન શિવ અને હડિમ્બા દેવીના અન્ય મંદિરો પણ છે. અહીંના જાહેર બાંધકામ વિભાગના આરામગૃહ પાસે દેવદારના છે એકસરખી ઉંચાઈની શાખાઓ ધરાવતા વૃક્ષોને પાંચ પાંડવો અને દ્રૌપદીના પ્રતીકો તરીકે માનવામાં આવે છે. અહીંથી એક કિલોમીટર દૂર કાલટોપ વન્ય જીવ અભ્યારણ્ય આવેલું છે,
જયાં ૧૩ સરખી ઉંચાઈની શાખાઓ વાળા એક મોટા દેવદારના વૃક્ષને મધર ટ્રી કહે છે. રોમાંચના શોધીનો અહીં પહાડીઓ પર ચાલીને ટ્રેકિંગની મજા માણી શકે છે. જાેકે, અહીં કયારે કયા જંગલી જાનવર સાથે સામનો કરવાનો થઈ જાય તે કહેવું મુશ્કેલ છે.
ખજ્જિયારમાં સાહસિકો માટે સૌથી મોટું કોઈ આકર્ષણ હોય તો તે છે પેરાગ્લાઈડિગ ! અહીંની મુલાકાત લેનાર ભાગ્યે જ કોઈ પેરાગ્લાઈડીંગની મોજ માણ્યાં વિના પરત ફર્યુ હશે. હિમાચલની વૃક્ષોથી ભરપુર પહાડીઓનો ઉપરથી નજારો જાેવાની મજા જ કંઈક ઓર છે. ચીડ અને દેવદારના ઉંચા, લાંબા અને ભરપૂર વૃક્ષો અને પહાડો વચ્ચે વસેલા ખજ્જિયારને એમ જ ભારતનું મિનિ સ્વિટ્ઝરલેન્ડ નથી કહેવાતું. હવે તો લોકો પેરાગ્લાઈડિંગનો વીડીયો પણ બનાવે છે.
આવા ઘણાં વીડિયો તમને યુટયુબ પર પણ જાેવા મળી જશે. ટૂંકમાં, કોરોનાને કારણે ઘરમાં રહીને કંટાળી ગયા હો, ઓછા વરસાદને લીધે ગરમીથી રાહત મેળવવા ઈચ્છતા હો તો તમે ખજ્જિયાર જઈ શકો છો. અહીં સાંજના સમયે જયારે તમે ફરવા નીકળશો તો ઠંડી, નશીલી હવા તમારા તન અને મન બંનેને મદહોશ કરી દેશે. એટલે હવે જયારે પણ ફરવા જવાનું વિચારો તો ખજ્જિયારને ચોકકસ મનમાં રાખજાે.
કેવી રીતે પહોંચશો ? ખજ્જિયાર ચંબા, ડેલહાઉસી, શિમલા સહીતના અનેક મુખ્ય શહેરો સાથે રોડમાર્ગે સારી રીતે જાેડાયેલું છે. આ રસ્તે રાજયની અનેક બસો ચાલે છે જે તમને ખજ્જિયાર સુધી આસાનીથી પહોંચી દેશે. ખજ્જિયારથી નજીકનું રેલવે સ્ટેશન પઠાણકોટ છે જે અહીંથી ૧૧૮ કિમી દૂર છે. ત્યાંથી દિલ્હી, ભટિંડા, ચંદીગઢની ટ્રેનો ચાલે છે. નજીકનું એરપોર્ટ ધર્મશાળા પાસે અંદાજે ૧ર૦ કિમી દૂર ગગ્ગલમાં આવેલું છે.