હિમાચલમાં કાર રસ્તાના ક્રેશ બેરિયર પર ચઢીને લટકી રહી!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/accident_logo.jpg)
મંડી: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સરકાઘાટ ઉપમંડલમાં ફ્લાઇંગ કારનો એક કેસ સામે આવ્યો છે. આ વખતે કાર ચાલકે ત્રણ ફૂટ ઊંચી રેલિંગ (ક્રેશ બેરિયર) પર કાર ચઢાવીને તમામને વિચારવા મજબૂર કરી દીધા કે આવું કેવી રીતે થયું? આ પહેલા, થોડા વર્ષો પહેલા રસ્તાની બાજુમાં ચાર-પાંચ મીટર ઊંચા એક મકાનની છત પર કાર પહોંચી ગઈ હતી.
અલ્ટો કાર નેરચોકથી ધરમપુર તરફ જઈ રહી હતી. કારને એક વ્યક્તિ ચલાવી રહ્યો હતો અને તેની સાથે તેની પુત્રી પણ હતી. જબોઠ પુલ પર જ્યારે કાર પહોંચી ત્યારે નાનો એવો વળાંક લેતા ચાલક નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને કાર ત્રણ ફૂટ ઊંચી રેલિંગ પર ચઢી ગઈ હતી. સારી વાત એ રહી કે કાર રેલિંગ પર જ જેમની તેમ અટકી ગઈ હતી. જાે કાર પલટી જતા તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા હતી. જે પણ લોકોએ આ દ્રશ્ય જાેયું તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દરેક વ્યક્તિ આ દ્રશ્ય જાેઈને એવું વિચારી રહ્યો હતો કે આખરે આ થયું કેવી રીતે?
જે બાદમાં ક્રેનની મદદથી કારને નીચે ઉતારવામાં આવી હતી અને કાર માલિક તેને લઈ ગયો હતો. સુલપુર જબોઠ પંચાયત પ્રધાન રવિ રાણાએ જણાવ્યું કે, જ્યાં દુર્ઘટના સર્જાઈ હતી ત્યાંથી રેલિંગ શરૂ થાય છે. રેલિંગ શરૂ થતી હોય છે ત્યાં તેનો એક છેડ જમીન સાથે જાેડાયેલો હોય છે. કાર ત્યાંથી જ રેલિંગ પર ચઢી ગઈ હતી અને આગળ જઈને રોકાઈ હતી. તેમણે જણાવ્યું કે અકસ્માતમાં કોઈને નુકસાન નથી થતું. કારને પણ સામાન્ય જ નુકસાન થયું છે.
આ પહેલા સરકાઘાટ ઉપમંડલમાં જ એક વ્યક્તિએ કારને રોડથી અમુક ફૂટ દૂર એક મકાનની છત પર ચઢાવી દીધી હતી. એ દુર્ઘટનામાં કાર ખૂબ ઝડપમાં હતી જેના કારણે ઉડીને મકાનની છત પર પડી હતી. અકસ્માતની તસવીર પર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ઉડતી કારની સાથે સાથે એ તસવીર પર વાયરલ થઈ રહી છે.