હિમાચલમાં બરફ અને વાદીઓને નિહાળવા પર્યટકો ઉમટી પડયા
શિમલા, હિમાચલમાં નવી બરફવર્ષા બાદ પ્રદેશના મુખ્ય પર્યટક સ્થળો કુફરી નારંડા મનાલી ખજિજયાર મેકલોકગંજ અન સોલંગનાલામાં બરફથી મસ્તી કરવા માટે પર્યટકોન ભારે ભીડ ઉમટી રહી છે બરફથી લદાયેલી વાદીઓની દિવાલો માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે બીજીબાજુ રાજય પર્યટન વિકાસ નિગમે પોતાની હોટલોમાં ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી રૂમોની બુકીગ પર ૪૦ ટકાની છુટ આપવાની જાહેાત કરી છે આ પહેલા આ છુટને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી આપવાની જાહેરાત કરવામાં આવી હતી હવે નિગમે છુટને ત્રણ મહીના માટે વધુ વધારી છે.
શિમલા મનાલી ધર્મશાળા ડલહૌલી કસૌલી ચંબા સહિત પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં આવેલ નિગમની હોટલોમાં છુટની સુવિધા મળશે રૂમોની બુકીંગ કરવા માટે પર્યટકોને પર્યટન વિભાગની વેબસાઇટ પર તમામ હોટલના ભાવની યાદી સહિતની માહિતી ઉપલબ્ધ કરાવાઇ રહી છે બરફવર્ષાથી બંધ ટનલ રોહતાંગથી હવે પર્યટક વાહનોની અવરજવર શરૂ થઇ છે પર્યટકો હવે અટલના સાઉથ અને નોર્થ પોટલ પર પહોંચી રહ્યાં છે મનાલીના સોલંગનાલામાં પણ પર્યટકોની ભીડ જાેવા મળી રહી છે મનાલી કેલાંગ માર્ગ ફોર બાઇ ફોર વાહનો માટે બહાલ છે.HS