Western Times News

Gujarati News

હિમાચલમાં સફેદ આફત: રાજયના પાંચ જિલ્લામાં ભારે હિમવર્ષા

શિમલા, હવામાન વિભાગની ચેતવણી વચ્ચે હિમાચલ પ્રદેશના સિમલા, સિરમૌર, કુલ્લુ, લાહૌલ-સ્પીતિ અને કુલ્લુ જિલ્લામાં ભારે હિમવર્ષા થઇ હતી. આ કારણે ત્રણ નેશનલ હાઇવે દારચાથી સરચુ, ગ્રાનકુથી લોસર અને સિમલા-રામપુર સહિત ૪૬૦ રસ્તાઓ ટ્રાફિક માટે અવરોધિત છે. આ ઉપરાંત ૬૪૨ વીજ ટ્રાન્સફોર્મર અને ૩૮ પીવાના પાણીની યોજના અટવાઇ પડી હતી. રાજયમાં હવાઇ ઉડાનો પણ બંધ કરવામાં આવી હતી. બુધવારે રાત્રે લાહૌલ-સ્પીતિના દારચામાં બે હિમશીલાઓ પડી હતી.

જાેકે તેનાથી કોઇ નુકસાન થયું નથી. રોહતાંગ સહિત લાહૌલના ઘણા વિસ્તારોમાં સાડા ત્રણ ફૂટ સુધી હિમવર્ષા થઇ છે. શુક્રવારે પણ રાજયના મધ્ય અને ઊંચાઇવાળા વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. ૫ ફેબ્રુઆરીએ હવામાન સ્વચ્છ રહેશે.

તાપમાનમાં ઘટાડો થતાં રાજયમાં ફરી ઠંડી પડી છે. ખરાબ હવામાને ફરી મુશ્કેલીમાં વધારો કર્યો છે. કાંગડામાં પણ નડ્ડી, મુલ્તાન, બીર બિલિંગ સહિત ધૌલાધરની પહાડીઓ પર હિમવર્ષા થઇ છે. કુલ્લુ-મનાલીથી લાહૌલ અને પાંગી-કિલ્લાડ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે.

લાહૌલ અને કુલ્લુમાં બે હાઇવે સાથે લગભગ ૨૦૦ રસ્તાઓ અને કનેકિટવિટી બંધ છે. કુલ્લુમાં ૧૪૦ ટ્રાન્સફોર્મર બંધ છે. ચંબા જિલ્લામાં મેહલા નજીક હાઇવે પર વરસાદને કારણે ફરીથી ભૂસ્લખન થયું છે.

સોલન-મીનાસ રોડ પર રૂણવા ગામની પાછળ એક ખાનગી બસ બરફ પર લપસીને ખાડા તરફ વળી હતી. અકસ્માતમાં ૧૮ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સિરમૌરના ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું છે.

ગિરીપારનો વિસ્તાર જિલ્લા મુખ્યાલય સહિત હિમાચલના બાકીના ભાગોથી કપાયેલો છે. ચુર્ધારમાં બે ફૂટ બરફ પડયો છે. હરિપુરધારમાં એક ફૂટ, ખડાહમાં દોઢ ફૂટ અને મા ભગયાની મંદિર પાસે ૧૫ ઇંચ જેટલો વરસાદ પડતાં આ વિસ્તારના સેંકડો ગામોમાં સવારે ૯ વાગ્યાથી વીજ પૂરવઠો ઠપ થઇ ગયો છે. બીજી તરફ સિમલા-ચૌપાલ રોડ પર બરફમાં ફસાયેલા કેટલાક લોકોને પોલીસે બચાવી લીધા હતા.

સાસેએ કુલ્લુમાં જલોરી પાસ, સોલંગનાલા, ધુંડી અને અટલ ટનલના ઉત્તર પોર્ટલ, ટીંડી, પાંગી-કિલાડ, દારચા , બરાલાચાથી ઉદયપુરમાં લેહ સુધી હિમપ્રપાતની આગાહી કરી છે. રાજયના કાંગડા, હમીરપુર, બિલાસપુર, સોલન, ઉના, સિરમૌરમાં પણ વરસાદ નોંધાયો છે.

સોલનના કસૌલીમાં આ શિયાળાની સિઝનની પ્રથમ હિમવર્ષા થઇ છે. ચેલમાં પણ બરફ પડયો છે. જેના કારણે સ્થાનિક ટુેરિઝમના ધંધાર્થીઓ અને લોકોના ચેહરા ખીલી ઉઠયા છે. અહીં પહોંચેલા પર્યટકો પણ હિમવર્ષાની મજા લઇ રહયા છે. હવામાન વિભાગે આજે રાજયમાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. ૪ ફેબ્રુઆરીએ વરસાદ અને હિમવર્ષાની શકયતા છે.

૫ ફેબ્રુઆરીએ તમામ વિસ્તારોમાં હવામાન સ્વચ્છ રહેશે. જયારે ૬ અને ૭ ફેબ્રુઆરીએ મધ્યમ અને ઊંચા પર્વતોના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને બરફ પડવાની આગાહી છે. આ દરમિયાન મેદાની વિસ્તારોમાં હવામાન સ્વચ્છ રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.