હિમાચલમાં સ્કુલ કોલેજ અને ટેકનીકી સંસ્થા ૪ એપ્રિલ સુધી બંધ
શિમલા: હિમાચલ પ્રદેશમાં સ્કુલ કોલેજ વિશ્વ વિદ્યાલય ટેકનીકી સંસ્થાનો ચાર એપ્રિલ ૨૦૨૧ સુધી બંધ રહેશે પ્રદેશમાં કોરોનાના મામલા વધવા પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કુલો અને કોલેજાેમાં શિક્ષક અને અન્ય સ્ટાફ આવશે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આપદા પ્રબંધનના અધિકારીઓની સાથે બેઠક કરી આ નિર્ણય લીધો હતો. ૧૦ અને ૧૨માં ધોરણાના છાત્રો સ્કુલ જતા રહેશે જે સ્કુલો અને કોલેજાેમાં પરીક્ષા ચાલી રહી છે તેમાં પણ છાત્ર અને સ્ટાફ આવશે બોર્ડિંગ સ્કુલોમાં હોસ્ટલ સુવિધા જારી રહેશે જયારે હોળીને લઇ કોઇ કાર્યક્રમ આયોજીત કરી શકાશે નહીં
મુખ્યમંત્રી જયરામ ઠાકુરે અપીલ કરતાં કહ્યું કે લોકો ઘરોમાં જ પોતાના પરિવારની સાથે હોળી મનાવે હોળીના જાહેર કાર્યક્રમ પણ થશે નહીં ત્રણ એપ્રિલે હિમાચલમાં સરકારી રજા જાહેર કરવામાં આવી છે બે એપ્રિલને ગુડ. ફ્રાઇડેની રજા છે અને ચાર એપ્રિલે રવિવાર.સરકારી વિભાગોમાં ત્રણ દિવસની રજાનું પેકેજ બનાવ્યું છે.
પ્રદેશમાં ૨૩ માર્ચે મેળાના આયોજન પર રોક લગાવવામાં આવી છે સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો અને જાહેર લંગરો પર પણ રોક લગાવવામાં આવી છે ખાનગી કાર્યક્રમોમાં ૨૦૦થી વધુ લોકો ભાગ લઇ શકશે નહીં કે ઇડોર કાર્યક્રમોમાં ક્ષમતાના ૫૦ ટકા લોકો જ આવી શકશે જીલ્લા પ્રશાસનની મંજુરી બાદ સામાજિક ધાર્મિક ખેલ મનોરંજન શૈક્ષણિક રાજનીતિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરી શકાશે આઇટી વિભાગ અને જીલ્લા પ્રશાસન ઓનલાઇન મંજુરી પ્રદાન કરશે સામુદાયિક ભોજન,ધામ કે લંગર જેવા આયોજનો પહેલા પ્રબંધક અને કેટરિંગ સ્ટાફને કોવિડ નેગેટિવ રિપોર્ટ લાવવો જરૂરી રહેશે
આ રિપોર્ટ ૯૬ કલાકથી વધુ જુનો ન હોવો જાેઇએ બંધ સ્થાનો કે વિના ટેસ્ટ સ્ટાફ દ્વારા ભોજ કે લંગર આયોજિત થશે નહીં જીલ્લા પ્રશાસન માટે સ્થાનિક પોલીસ અને પંચાયતી રાજ સંસ્થાનોને એવા કાર્યક્રમોની માહિતી આપવી પડશે