હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ૩.૧ની તીવ્રતાનો ભૂકંપ
શિમલા: હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા કિન્નોરમાં શુક્રવારે રાતે ૩.૧ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હવામાન વિજ્ઞાન વિભાગે જણાવ્યું કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર કિન્નોર જિલ્લામાં જમીનથી ૧૦ કિલોમીટરની ઉંડાઈ પર સ્થિત હતુ. રાતના ૧૧ વાગીને ૩૨ મિનિટ પર ભૂકંપના ઝટકા કિન્નોરની આસપાસના જિલ્લામાં અનુભવાયા છે.
આની પહેલા હિમાચલના શિમલામાં ગુરુવારે સાંજે ૩.૬ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર શિમલા જિલ્લામાં ધરતીની નીચે ૧૦ કિલોમિટરની ઉંડાઈ પર સ્થિત હતુ. જિલ્લા અને તેમની આસપાસના વિસ્તારમાં સાંજે ૭ વાગીને ૪૭ મિનિટ પર ઝટકો અનુભવાયો છે.
નેશનલ સેન્ટ્રર ફોર સિસ્મોલોજી મુજબ મહારાષ્ટ્રના પૂર્ણેની નજીક ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્તર પર ભૂકંપની તીવ્રતા ૩.૫ માપવામાં આવી છે. એજન્સી અનુસાર ભૂકંપનું કેન્દ્ર પૂર્ણેથી ૧૩૨ કિલોમીટર દક્ષિણ દક્ષિણ પશ્ચિમમાં જમીનથી ૫ કિલોમીટરના ઊંડાઈમાં હતો. ભૂકંપ ભારતીય સમયાનુસાર સવારે ૭ વાગીને ૨૩ મિનિટ પર આવ્યો હતો.