હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં એપ્રિલ મહિનામાં હીમવર્ષા
કુલ્લુ, હિમાચલમાં લાંબા સમય પછી ગરમીથી સામાન્ય રાહત મળી છે. અહીં લાહૌલ-સ્પીતિમાં તો એપ્રિલ મહિનામાં જ હીમવર્ષા થઈ રહી છે, જે આશ્ચર્યમાં મૂકી દે તેવી વાત છે. જાેકે, હીમવર્ષા થવાથી એક તો ગરમીમાંથી રાહત મળી છે. તો બીજી તરફ ખેડૂતોના પાકને અસર થઈ છે.
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તેના કારણે હિમાચલના અનેક વિસ્તારમાં વરસાદ અને કરા પડ્યા હતા.
આ સાથે જ લાહૌલ સ્પીતિમાં હીમવર્ષા થવાથી વાતાવરણ ઘણું ઠંડું થઈ ગયું છે. કુલ્લુ જિલ્લાની વાત કરીએ તો, અહીં પણ વરસાદ પડ્યો છે. તે જ સમયે લાહૌલ સ્પીતિમાં હિમવર્ષાને કારણે કુલ્લુ જિલ્લામાં હવામાનમાં ફેરફાર થયો છે. પર્યટન સ્થળ મનાલી ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમીથી રાહત મેળવવા પ્રવાસીઓ હિમાચલ તરફ વળ્યા છે.SSS