હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાને કારણે યલો વોર્નિગ જારી કરાઇ
નવીદિલ્હી, ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ન્યુનતમ તાપમાન સામાન્યથી વધુ નોંધાયું છે.જેને કારણે અહીં હવામાન શુષ્ક બનેલ છે. જયારે બીજી તરફ જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષા જારી છે. હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં ૧૧થી ૧૨ ડિસેમ્બરે વરસાદ અને બરફવર્ષા થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે તો બીજી તરફ ઉત્તરી મેદાની વિસ્તારોમાં ધુમ્મસ છવાયેલું રહેવાની સંભાવના છે વિભાગે હિમાચલ પ્રદેશમાં શનિવરે ભારે બરફવર્ષા અને વરસાદ માટે યલો વોર્નિગ જારી કરી છે.
પાટનગર દિલ્હીમાં ગુરૂવારે સવારે ઠંડીની કંઇ ખાસ અસર જાેવા મળી નહીં અહીં ન્યુનતમ તાપમાન નવથી દસ સેલ્સિયસ બનેલ છે હવામાન વિભાગનું અનુમાન છે કે દિલ્હીમાં વધુમાં વધુ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે તે ઉપરાંત ગત ત્રણ દિવસોની સરખામણીમાં ધુમ્મસનું સ્તર પણ આજે ઓછું રહ્યું હતું.
હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાનો દૌર જારી છે. અહી જે તસવીર સામે આવી રહી છે તેમાં અનેક વિસ્તારોમાં બરફવર્ષાની સફેદ ચાદરમાં ઢંકાયેલ નજરે આવી રહ્યો છે આગામી દિવસોમાં ભારે વરસાદની આશંકાન કારણે યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લાહૌલ સ્પિતિ અને ગોંડલામાં બરફવર્ષા થઇ જયારે કેલોંગમાં ઘટાની સાથે તાપમાન માઇનસથી ૧.૪ ડિગ્રી સુધી પહોંચી ગયું છે આ ઉપરાંત કિન્નૌર જીલ્લામાં તાપમાન બે ડિગ્રી અને ઇલહૌજીમાં ન્યુનતમ તાપમાન ૫.૪ ડિગ્રી સુધી પહોંચી ગયું છે જયારે મનાલીમાં છ તો કુફરીમાં ૭.૩ ડીગ્રી સેલ્સિયસ સુધી તાપમાન નોંઝલામાં આવ્યું છે.
યુપીની રાજધાની લખનૌ સહિત મોટાભાગના જીલ્લા ધુમ્મસની ચપેટમાં છે આ વિસ્તારોમાં ગત ૧૨ કલાકથી ધનધોર ધુમ્મસ છવાયેલુ રહ્યું જેને કારણે વાહનોની ગતિ ધીમી થઇ ગઇ છે.હવામાન વિભાગે અહીં અધિકમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ અને ન્યુનતમ તાપમન ૧૧.૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે.HS