હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા, શિમલામાં ૩.૬ની તીવ્રતા આંચકો
શિમલા, હિમાચલ પ્રદેશના શિમલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિએકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૬ આંકવામાં આવી છે ઓછી તીવ્રતા હોવાથી મોટાભાગના લોકોને ભૂકંપનો અનુભવ થયો ન હતો. હાલ કોઇ પણ જાનહાનીના અહેવાલોના અહેવાલો છે. આ પહેલા ત્રણ જાન્યુઆરીએ પણ પ્રદેશના જનજાતીય જીલ્લા લાહૌલ સ્પીતિમાં સતત ભૂકંપનો આંચકા આવ્યા હતા. સ્પષ્ટ હવામાનની વચ્ચે સતત ધ્રુજી રહેલ ઘરતીથી વિસ્તારમાં હિમખંડ પડવાનો ખતરો બની ગયો છે.
આ પહેલા ગુરૂવારે સાંજે ૭.૩૮ કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો ત્યારબાદ શુક્રવારે સવારે ૧૦.૪૬ કલાકે બીજીવાર આંચકો અનુભવાયો હતો રિએકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૪ આંકવામાં આવી છે હવામાન વિજ્ઞાન કેન્દ્ર શિમલાથી ૨૪ કલાક બાદ પ્રદેશમાં હવામાન સ્પષ્ટ થવાની સંભાવના છે. જા કે હવામાન વિભાગે વરસાદ અને બરફવર્ષાની પણ આગાહી કરી છે પાટનગર શિમલામાં તડકાની સાથે સામાન્ય વાદળ છવાયેલા રહેવાની આગાહી કરવામાં આવી છે.