Western Times News

Gujarati News

હિમાચલ પ્રદેશ: મોંઘવારીના કારણે પેટા ચૂંટણીમાં ભાજપ હારી

શિમલા, હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા અને અર્કી, ફતેહપુર, જુબ્બલ-કોટખાઈ વિધાનસભા સીટ પર ભાજપને કારમી હાર મળી છે. જે બાદ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે હારનુ ઠીકરુ એક રીતે કેન્દ્ર સરકાર પર જ ફોડ્યુ છે. તેમણે કહ્યુ કે વધતી મોંઘવારીના કારણે પ્રદેશમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. તેમના આ નિવેદન બાદથી ભાજપમાં હલચલ ઝડપી થઈ ગઈ છે.

ત્યાં વિપક્ષ પણ ભાજપ વિરુદ્ધ અટેકિંગ મોડમાં આવી ગયો છે. હિમાચલના કોંગ્રેસ પ્રભારી રાજીવ શુક્લાએ કહ્યુ કે કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાની હાલત ખરાબ કરીને જનતાના ખિસ્સા પર ભાર મૂકવાનુ શરૂ કરી દીધુ છે.

તેમની પાસે બતાવવા માટે નંબર નથી, જીડીપીના આંકડા બનાવટી છે. પેટ્રોલ-ડીઝલ, રસોઈ ગેસના ભાવમાં બેફામ વધારો થઈ રહ્યો છે. એવામાં હવે ભાજપના વિરૂદ્ધ વિરોધ વધતો જઈ રહ્યો છે. આનો પ્રભાવ યુપી ચૂંટણી પર પણ પડશે. હિમાચલની એક લોકસભા અને ૩ વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ જીત નોંધાવામાં સફળ રહી છે જ્યારે ભાજપને આકરો ઝટકો લાગ્યો છે. પેટાચૂંટણીના રાજ્યમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીના સેમિફાઈનલ તરીકે પણ જાેવામાં આવી રહ્યુ છે.

પેટાચૂંટણીમાં ભાજપની હારની સીધી અસર મુખ્યમંત્રી જયરામ ઠાકુરના રાજકીય કદ પર પડશે. સીએમ મંડી જિલ્લાથી સંબંધ રાખે છે અને સમગ્ર પેટાચૂંટણી તેમના જ નેતૃત્વમાં લડવામાં આવી રહી હતી. એ માનવામાં આવી રહ્યુ છે કે સીએમની શાખની સાથે-સાથે તેમના રાજકીય ભવિષ્ય પર પણ સંકટ મંડરાયુ છે.

ભાજપે તાજેતરમાં જ જે રીતે ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી બદલ્યા છે અને એવામાં હિમાચલની હારથી જયરામ ઠાકુર માટે પણ જાેખમનુ એલાર્મ છે. કોંગ્રેસ માટે ૨૦૨૨ના વિધાનસભા ચૂંટણીથી પહેલા શુભ સંકેત છે અને પાર્ટી માટે માહોલ બનાવવાનો અવસર મળ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.