હિમાલયા ડ્રગ કંપનીએ બાળકો માટે ક્વિસ્ટા કિડ્ઝ લોન્ચ કર્યુ
3થી 10 વર્ષના બાળકો માટે સમયની સાથે પારખવામાં આવેલી સામગ્રી સાથે વૈજ્ઞાનિક રીતે સંશોધિત ન્યુટ્રિશનલ સપ્લીમેન્ટ
ભારતની અગ્રણી હોમગ્રોન વેલનેસ બ્રાન્ડ હિમાલયા ડ્રગ કંપનીએ 3થી 10 વર્ષની વયના બાળકો માટે બનાવાયેલ સુપર ટેસ્ટી, ન્યુટ્રિશનલ સપ્લીમેન્ટ ક્વિસ્ટા કિડ્ઝની રજૂઆત કરી છે. તે બાળકોમાં સક્રિય વિકાસ, મજબૂત પ્રતિરક્ષા પ્રણાલી અને સ્માર્ટ મેમરી વિકસાવવામાં મદદ કરે છે. 100 ટકા મિલ્ક પ્રોટીન, મિનરલ્સ અને વિટામીન્સથી ફોર્ટિફાઈડ ક્વિસ્ટા કિડ્ઝ એક એવું મિશ્રણ છે કે જે પૌરાણિક અને આધુનિક યુગ બંનેની પરંપરા સામેલ કરે છે અને સમયની સાથે સિદ્ધ પરંપરાગત સામગ્રીઓ સાથે વૈજ્ઞાનિક સંશોધનથી તૈયાર થયું છે.
હિમાલયા ડ્રગ કંપનીના સીઈઓ ફિલીપ હેડને કહ્યું હતું, ‘હર્બલ સામગ્રી આજે પણ સ્વીકાર્ય છે. લોકો તેમના રોજિંદા આહાર અને જીવનશૈલી આ સામગ્રી સામેલ કરવાના મહત્વને સમજે છે.
હિમાલયા ખાતે, અમે ઔષધિઓની ઉત્તમ ગુણવત્તાને સામેલ કરવા અને વૈજ્ઞાનિક રીતે સંશોધિત એવા ઉપાયો માટે કામ કરીએ છીએ. ક્વિસ્ટા કિડ્ઝ સુનિશ્ચિત કરે છે કે બંને યુગના લાભ તેમાં સામેલ થાય અને તેનાથી ઉછરતા બાળકોની આવશ્યકતાઓને પરિપૂર્ણ કરી શકાય.’
બેંગ્લુરુના કન્સલ્ટન્ટ પિડિયાટ્રિશિયન ડો. રશ્મી મૂર્તિએ કહ્યું હતું, ‘છૂપી ભૂખ (હિડન હંગર) વિશ્વભરમાં લાખો બાળકોને અસર કરે છે. તે એવા સમયે સર્જાય છે જ્યારે ખોરાકની ગુણવત્તા એટલી સારી હોતી નથી કે જેમાંથી પોષણની આવશ્યકતાઓ પરિપૂર્ણ થતી નથી.
વાલીઓ આજે જાગૃત રહીને તેમના બાળકો માટે સંતુલિત, પોષક આહાર આપવા માટે પ્રયાસ કરે છે. જો કે તેઓ માઈક્રો ન્યુટ્રીઅન્ટ્સ ચૂકી જતા હોય છે અને પરિણામે બાળકોના આરોગ્યને તેનાથી સર્જાતી ઉણપ અસર કરે છે.
મેક્રો કે માઈક્રો ન્યુટ્રિઅન્ટ્સની ઉણપથી બાળકોનાં શારીરિક અને માનસિક વિકાસને લાંબા સમયે અસર થાય છે. આમ, એ મહત્વનું છે કે બાળકોનાં રોજિંદા આહારમાં તેનો ઉમેરો કરવામાં આવે.’
ત્રણમાંથી એક બાળક નબળી રોગપ્રતિકારકતાના કારણે સ્કૂલથી દૂર રહે છે તેના શૈક્ષણિક પર્ફોર્મન્સમાં તેની અસર અનુભવે છે. જ્યારે બાળકના સર્વાંગી વિકાસમાં પોષક અને સંતુલિત આહાર મહત્વપૂર્ણ છે, રોજિંદા આહારમાં મેક્રો અને માઈક્રો ન્યુટ્રિઅન્ટસનું મહત્ત્વ સમજવામાં અંતર રહેલું છે. સમુદાયોમાં માઈક્રો ન્યુટ્રીઅન્ટ્સની સબક્લિનીકલ ડેફિશિયન્સી ધ્યાનમાં આવતી નથી. આનાથી ‘છૂપી ભૂખ (હિડન હંગર)’ તરીકે ઓળખાતી વિટામીન્સ અને મિનરલ્સની ઉણપનો એક અજાણ્યો પ્રકાર સર્જાય છે. આનાથી બાળકોની પ્રગતિ અને વિકાસને મર્યાદિત કરે છે.
આ યુગમાં, જ્યારે પરિવારો બહાર ઘણીવાર ભોજન લેતા હોય છે ત્યારે બાળકોની ભૂખ તો સંતોષાય છે પરંતુ તેમની પોષણ આવશ્યકતાઓ પૂરી થતી નથી. એ સુનિશ્ચિત કરવું અગત્યનું છે કે બાળકોના રોજિંદા આહારમાં મેક્રો અને માઈક્રો ન્યુટ્રીઅન્ટ્સની આવશ્યકતા બાળકના સમગ્ર વિકાસ અને ઉછેર માટે જરૂરી હોય છે. એક વિશ્વસનીય વેલનેસ કંપની તરીકે અને પ્રોબ્લેમ સોલ્વિંગ પ્રપોઝીશન તરીકે હિમાલયાએ ખાસ ફોર્મ્યુલેશન વિકસિત કર્યુ છે કે જેથી બાળકોનાં સર્વાંગી વિકાસ માટેની પોષક આવશ્યકતાઓને પરિપૂર્ણ કરી શકાય.
બાળકોમાં છૂપી ભૂખ (હિડન હંગર)નો સામનો કરવા માટે ક્વિસ્ટા કિડ્ઝ એક ઉત્તમ ન્યુટ્રિશન પાર્ટનર બની રહે છે. આ ફોર્મ્યુલેશનમાં 100 ટકા મિલ્ક પ્રોટીન સામેલ છે અને તેનાથી ઉછેરમાં મદદ મળે છે, આદુ કે જે પાચન સુધારે છે અને ઈન્યુલિન કે જે પ્રીબાયોટીક ફાઈબર છે કે જેનાથી આરોગ્યમાં સુધારો થાય છે. તેમાં કોલોસ્ટ્રમ, તુલસી અને વિટામિન એ, સી અને ઈ સામેલ છે
જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને આ ઉપરાંત ફોલિક એસિડ, વિટામીન બી12, આયર્ન, આયોડીન, તેમજ બદામ અને મંદુકાપાર્ની પણ છે જે યાદશક્તિમાં સુધારો કરે છે. ક્વિસ્ટા કિડ્ઝ હર્બ્સ સાથે મેક્રો અને માઈક્રો ન્યુટ્રિઅન્ટ્સનું યોગ્ય સંમિશ્રણ આપે છે. સમગ્રપણે આ એક ઉત્તમ સોલ્યુશન છે જે બાળકોના યોગ્ય ઉછેરને આધાર આપવામાં અને સંતુલિત પોષણ આપવામાં મદદરૂપ થાય છે. ક્વિસ્ટા કિડ્ઝ સ્વાદિષ્ટ ચોકલેટ અને વેનિલા ફ્લેવર્સમાં તમામ અગ્રણી રિટેલ અને મોડર્ન ટ્રેડ સેન્ટર્સમાં ઉપલબ્ધ છે.