હિમોગ્લોબિન વધારવું છે, તો આટલું કરો
અમારા શરીરમાં જાે કોઈ અંગમાં ખરાબી થઈ જાય છે તો સમગ્ર શરીરની કાર્યપ્રણાલીને માઠી અસર થાય છે. જીવિત રહેવા માટે શરીરમાં બ્લડ સર્કર્યુલેશન કેટલુ મહત્વપૂર્ણ છે તે બાબત તો તમામ લોકો સારી રીતે જાણે છે. જાે શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઘટી જાય છે તો શરીર કેટલીક પ્રકારની બિમારીના સકંજામાં આવી શકે છે.
આના કારણે એમને થાક પણ લાગવા લાગી જાય છે જેથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પુરતા પ્રમાણમાં ાખવા માટે શાનદાર રીતે ફુડસનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. હિમોગ્લોબિનનું પ્રમાણ વધારી દેવા માટે કેટલાક ફુડસ ફાયદાકારક હોય છે. આવા ફુડસમાં ટામેટા સહિતની ચીજાેનો સમાવેશ થાય છે.
ચુકંદરનો ઉપયોગતો કોઈ સમય ચોકકસપણે કર્યો જ હશે. તેને જ્યુસ તરીકે ઉપયોગ કરી શકાય છે તે શરીરને ડિટોક્સાઈફાઈ કરવામાં મદદ કરે છે સાથે સાથે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારી દેવામાં મદદ કરે છે. સપ્તાહમાં બે વખત તેનો ઉપયોગ કરવામાં આવે તો ખુબ ફાયદો થાય છે.
આના કારણે લોકોના શરીરમાં લોહી અને હિમોગ્લોબિનની સમસ્યાને દુર કરવામાં મદદ મળે છે. અનાર અથવા તો દાડમ પણ શરીરમાં લોહીનું પ્રમાણ વધારી દેવામાં ભૂમિકા અદા કરે છે. દાડમનો ઉપયોગ કરવાની સલાહ તો તબીબો દ્વારા પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત વૈજ્ઞાનિકોના રિસર્ચમાં કહેવામાં આવ્યુ છે કે અનાર અથવા તો દાડમનો ઉપયોગ કરવાથી હિમોગ્લોબિનનું પ્રમાણ પણ વધી જાય છે. સામાન્ય લોકોનું કહેવુ છે કે તેનો ઉપયોગ જ્યુસ તરીકે પણ કરવામાં આવે છે. ગાજર પણ હિમોગ્લોબિન વધારી દેવામાં ઉપયોગી રહે છે. ગાજર હળવા તરીકે અને સલાડ તરીકે પણ ઉપાયો કરી શકાય છે
. તેને ડ્રીન્ક તરીકે પીવામાં પણ ઉપયોગ કરી શકાય છે. તેમાં રહેલા બિટા કેરોટિન હિમોગ્લોબિન વધારી દેવામાં ઉપયોગી સાબિત થાય છે. જાે કે ગર્ભાવસ્થા દરમિયાન ગાજરનો વધારે ઉપયોગ કરવાથી બચવાની જરૂર હોય છે. ટામેટાનો ઉપયોગ પણ હિમોગ્લોબિન વધારી દેવામાં ઉપયોગી સાબિત થાય છે.
ટામેટામાં એન્ટીઓકસીડન્ટનું પ્રમાણ વ્યાપક રીતે જાેવા મળે છે. ટામેટાનો ઉપયોગ કરવાના કારણે આપણા શરીરને પુરતા પ્રમાણમાં વિટામિન સીનુ પ્રમાણ મળી જાય છે. આ રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી દેવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. તમે ટામેટાનો ઉપયોગ જયુસ તરીકે અથવા તો સુપ તરીકે પણ કરી શકાય છે.
સંતરા પણ વિટામિન સીના પ્રમુખ સ્ત્રોત તરીકે છે તેને જયુસ તરીકે ખાઈ શકાય છે. એક વૈજ્ઞાનિક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સંતરાનો નિયમિત રીતે ઉપયોગ કરનાર લોકોમાં હિમોગ્લોબિનની સમસ્યાનો કોઈ ખતરો રહેતો નથી. ગોળ પણ આયરનના પ્રમુખ સોર્સ તરીકે છે
તે સામાન્ય રીતે ગરમ રહે છે તે ગળામાં ખારાશ અને શરદી ગરમીમાં આદુની સાથે ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે. એમ માનવામાં આવે છે ગોળનો ઉપયોગ કરવાથી રક્તસંચારમાં વધારો થાય છે.