હિરાનંદાની સમૂહ પર આવકવેરા વિભાગના દરોડા, ૨૪ સ્થળોએ સર્ચ
મુંબઈ, ભારતીય રિયલ્ટી સેક્ટરની કિંગ ગણાતા હિરાનંદાની સમૂહ પર મંગળવારે સવારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં છે. મળતા અહેવાલ અનુસાર બિલ્ડરના કુલ ૨૪થી વધુ સ્થળોએ આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ડો. નિરંજન હિરાનંદાનીના નેજા હેઠળના રિયલ્ટી સમૂહ હિરાનંદાની ગ્રુપ પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તપાસ એજન્સીની વિવિધ ટીમોએ મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુમાં લગભગ ૨૪ સ્થળોએ આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અહેવાલ અનુસાર કંપની પરિસર અને ઓફિસની સાથે કેટલાક ઉચ્ચ અધિકારીઓના ઘર પર પણ કાર્યવાહી ચાલુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હિરાનંદાની સમૂહના ૨૦,૦૦૦ કરોડથી વધુના એમ્પાયરના ભાગલાના પણ અહેવાલ ગત સપ્તાહે આવ્યા હતા. બંને ભાઈઓ નિરંજન અને સુરેન્દ્ર હિરાનંદાનીએ શાંતિથી અને સમજણ-પતાવટથી ૪૦ વર્ષ બાદ ગ્રુપના બે ભાગલા પાડવાની તૈયારીઓ કરી છે.SSS