હિરેનની હત્યા માટે ૪૫ લાખની સોપારી આપવામાં આવી હતી
મુંબઈ: બરતરફ કરાયેલા પોલીસકર્મી સચિન વાઝે સહિત પકડાયેલા આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરવા માટે વધુ ૩૦ દિવસની માંગ કરતી અરજીમાં મંગળવારે વિશેષ અદાલત સમક્ષ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ વ્યાપક દલીલો આપતા જણાવ્યું હતું કે આ કેસમાં ઉદ્યોગપતિ મનસુખ હિરેનની હત્યા કરવા માટે એક આરોપીએ ૪૫ લાખ રુપિયા આપ્યા હતા.
૨૫ ફેબ્રુઆરીએ વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલા નજીક મળી આવી હતી. આરોપ છે કે ૪ માર્ચે સ્કોર્પિયોના માલિક હિરેનની હત્યા કરવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું કે જિલેટિન સ્ટિક સાથે સ્કોર્પિયો રાખવાના સમગ્ર ષડયંત્રમં હિરેન એક “નબળી કડી” હતા અને ષડયંત્રથી વાકેફ હતા. જેથી તેનું જીવંત રહેવું આરોપીઓના એક મોટા પ્લાન માટે નિષ્ફળ બનાવનારું લાગી રહ્યું હતું. આ માટે તેની હત્યા કરવામાં આવી શકી હોય છે. હત્યા પહેલા હિરેનનો ફોન લાંબા સમય સુધી બંધ હતો અને બાદમાં પાલઘરમાં ફોનને નષ્ટ કરતાં પહેલા ચાલુ કરવામાં આવ્યો હતો
જેથી તપાસને બીજા રવાડે ચડાવી શકાય. ફરિયાદી પક્ષે જણાવ્યું કે તેઓ જાણવા ચોક્કસપણે જાણવા માગતા હતા કે કયા આરોપીએ આ કામ કર્યું છે. ફરિયાદીએ જણાવ્યું કે “એ રજૂ કરવામાં આવ્યું છે કે ષડયંત્રકારોએ મોટા ષડયંત્રના ભાગરુપે અંબાણી પરિવારને ધમકી આપવા માટે વાહનમાં જિલેટીન સ્ટિક સાથે ધમકી પત્ર મૂક્યો હતો. ત્યારબાદ એક ધમકીભર્યો પત્ર જૈશ ઉલ હિન્દ દ્વારા પૈસાની માંગણી સાથે બહાર આવ્યો, જે ખૂબ જ ગંભીર કૃત્ય છે. તેથી આ કેસમાં આરોપી સાથે કોઈ આતંકવાદી સંગઠનની સંડોવણી અંગે ઊંડી તપાસની જરૂર છે. ફરિયાદીએ એવી પણ રજૂઆત કરી હતી
દિલ્હીમાં એક ટીમે ધમકી પત્ર બાબતે જુદા જુદા નિવેદનો નોંધ્યા હતા. જૈશ ઉલ હિન્દની સંડોવણી અને જ્યાંથી મેસેજિંગ સર્વિસ ટેલિગ્રામ પર આ પત્ર અપલોડ કરવામાં આવ્યો હતો.