હિસાબ બાબતે માથાકુટ થતાં કુહાડીના ઘા ઝીંકી ધડથી માથું અલગ કરી નાખ્યું
ગઢડાના મોટી કુંડળમાં વાડીમાં કામ કરતા બે ભાગીયા વચ્ચે હિસાબ બાબતે માથાકુટ થઈ
રાજકોટ, બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામની સીમમાં આવેલી વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા બે ભાગીયાને ઉપાડ કરેલી રકમના હિસાબ અંગે માથાકુટ થતા ઉશ્કેરાયેલા શખ્સની તેની સાથે કામ કરતા ભાગીયાની ધારીયાનો ઘા ઝીકી ગળુ કાપી હત્યા કરી ફરાર થઈ જતા ગઢડા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
મુજબ ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા રાજુભાઈ પરસોતમભાઈ વનાળીયાએ તેમની સંયુકત માલીકીની જમીન ઉપરાંત ગામમાં રહેતા સુરેશભાઈ માથાભાઈ ભુવાની ૪૦ વીઘા ખેતીની જમીન તેમજ નીતીનભાઈ બાબુભાઈ ભુવાની ૬૦ વીઘા ખેતીની જમીન ત્રીજા ભાગે વાવવા માટે રાખી હતી. આ વાડીમાં ભાગીયા તરીકે સુરેશભાઈ ગોરધનભાઈ ભીલ રહે. સારંગપુર, તા.સંખેડા, છોટાઉદેપુર ને રાખ્યો હતો.
તેમજ સુરેશભાઈ હસ્તક આઠ દિવસ પહેલા તેના જ ગામના મગનભાઈ ઉઘવાભાઈ ભીલ ભાઈલાલભાઈ જીવણભાઈ ભીલ અને કીરીટભાઈ સાણાભાઈ ભીલને સુરશભાઈ માધાભાઈ ભુવાની જમીની વાવવા આપી હતી.
આજથી ર૦ દિવસ પહેલા રાજુભાઈ વનાળીયાએ તેમના ભાગીયા સુરેશભાઈ ગોરધનભાઈ હસ્તક બીજી વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા ભાઈલાલ જીવણભાઈ ભીલને રૂ.૧૦,૦૦૦/ઉપાડ પેટે આપેલા હતા. રાત્રીના સમયે ભાઈલાલ અઅને મગનભાઈ વચ્ચે ઉપાડ પટે આપેલા પેસા બાબતે માથાકુટ થતાં બંનેને રાજુભાઈ વનાળીયાએ ફોન કરીને વાડીએ બોલાવ્યા હતા.
રાજુભાઈ વનાળીયા વાડીએ પહોચે તે પહેલા ઉશ્કેરાયેલા ઉધવાભાઈ ભીલના ગળાના ભાગે ધારીયાનો ઘા ઝીંકી ગળું કાપી નિર્મમ હત્યા કરી ફરાર થઈ ગયો હતો. રાજુભાઈ વનાળીયા વાડીએ પહોચ્યા ત્યારે ખાટલા ઉપર મગનભાઈનું ધડ પડયું હતું. બનાવની જાણ થતાં દોડી ગયેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.