હીરાના ભાવ ન મળતાં વેપારીઓએ વેચાણ બંધ કર્યું

સુરત, હાલ સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યુ હોય તેવી સ્થિતિ જાેવા મળી રહી છે. હીરાના ધંધા સાથે સંકળાયેલા દિનેશભાઈ ગુજરાતીએ જણાવ્યું હતું કે, હાલમાં હિરા ઉદ્યોગમાં ભયંકર મંદીનો માહોલ દેખાઇ રહ્યો છે.
આંતરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ ઘટી રહી છે. આ સાથે તૈયાર હીરાના ભાવો કેરટે ૧૦થી ૧૫ હજાર રૂપિયા તૂટી રહ્યા છે જેને લઈને કારખાનેદારો ને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. જેને લઈને પ્રોડક્શન પર કાપ મૂકવામાં આવ્યું છે. કારીગરો ના પગાર, લાઈટ બિલ મેન્ટેનન્સ ચૂકવવું પોષાય તેમ નથી જેને લઈને કેટલાક નાના ઉદ્યોગકારોએ અઠવાડિયાનું મિનિ વેકેશન જાહેર કર્યું છે.
મોટા ઉદ્યોગકારોએ કામના કલાકો ઘટાડયા છે. તૈયાર હીરાના સારા ભાવ નહીં મળતાં અને હોલ્ડિંગ કેપેસિટી હોય તેવી હીરા ફેક્ટરીઓના સંચાલકોએ કામના કલાક ઘટાડી દીધા છે. આ સાથે અમુક નાના યુનિટોએ ૭થી ૧૦ દિવસનું વેકેશન પણ જાહેર કરી દીધું છે.
છેલ્લાં દોઢ-બે વર્ષથી ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જાેવા મળ્યો હતો, પરંતુ હાલ તેના પર બ્રેક લાગી છે. ઊંચી કિંમતે રફની ખરીદી કરી લીધા બાદ હવે તૈયાર હીરાના સમકક્ષ ભાવ ન મળતાં વેપારીઓ નુકસાન જવાના ભયથી વેચાણ કરતા નથી. બીજી તરફ હોલ્ડિંગ કેપેસિટી ઓછી હોવાથી હીરા વેપારીઓ પણ હવે પ્રોડક્શન પર બ્રેક મારી રહ્યા છે.
તૈયાર હીરાના પુરતા ભાવ ન મળતાં અમુક ફેક્ટરીઓમાં ૨થી ૩ કલાક સુધી કામના કલાક ઘટાડાયા છે. જ્યારે નાના યુનિટોએ ૭થી ૧૦ દિવસનું વેકેશન જાહેર કરી દીધું છે. હાલ રફના ભાવ તો ઘટ્યા છે, પરંતુ તૈયાર હીરાના ભાવ મળી રહ્યાં નથી. જેમની હોલ્ડિંગ કેપેસિટી ઓછી છે તેઓ વેકેશન રાખી રહ્યાં છે. અમુક યુનિટે સમય ઘટાડી દીધા છે. પરંતુ તહેવારો આવતા હોવાથી ફરી ડિમાન્ડમાં વધારો થશે.
લેબગ્રોનની સબસિડી જલદી આપવા રજૂઆતસુરત પણ લેબગ્રોન ડાયમંડમાં આગળ વધે તે માટે સ્થાનિક હીરાવેપારીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ સરકારની સબસિડીની ફાઈલ આગળ વધી રહી નથી.SSS