હીરાના વેપારીના ત્યાંથી ૧૫ લાખના હીરાની ચોરી થઈ
સુરત, હવે રાજ્યમાંથી શિયાળાએ અલવિદા કહી દીધું છે ત્યારે ગરમીના કારણે લોકો ઘરના બારી-બારણા હવાની અવરજવર થતી રહે તે માટે ખુલ્લા રાખતા હોય છે. આજ રીતે સુરતમાં એક હીરાના વેપારીને રાત્રે બારી ખુલ્લી રાખીને સૂઈ જવાનું બહુ જ મોંઘું પડ્યું છે. તેમના ઘરમાંથી એક જ રાતમાં રૂપિયા ૧૫.૪૫ લાખની કિમતી વસ્તુની ચોરી થઈ છે.
શહેરના નાના વરાછા વિસ્તારમાં બનેલી ઘટનામાં અજાણી વ્યક્તિ હીરાના વેપારીના ઘરમાં મંગળવારની રાતથી બુધવારની સવાર વચ્ચે ઘરમાં ઘૂસીને પોલિશ કરેલી ૧૫ લાખના હીરા સહિત પોણા ૧૬ લાખની ચોરી કરી છે. ચોર ફ્લેટમાં પહેલા માળે રહેતા હીરાના વેપારીના બેડરૂમમાં ઘૂસીને ચોરી કરી હતી. હવે પોલીસ આ કેસમાં આરોપીને શોધી રહી છે.
આ સિવાય એક અન્ય ઘટનામાં પુના વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો હતો, જ્યાં ચોરોએ કાપના વેપારીની દુકાનને નિશાન બનાવીને ૨.૨૦ લાખ કેશની ચોરી કરી છે. આ બનાવ પણ સોમવારની રાત્રે અને મંગળવારની સવાર વચ્ચે થયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે ૨૬ વર્ષના હાર્દિક વસોયા કે જેઓ પરિવાર સાથે મોટા વરાછામાં આવેલા પંચકુટિટ સોસાયટીમાં રહે છે અને હીરાના વેપારી છે, જેમના મિત્રની ઓફિસ મહિધાપુરામાં વિસ્તારમાં આવેલી છે.
હાર્દિકે રફ હીરા મહિધાપુરા માર્કેટમાંથી ખરીદ્યા હતા અને તેમના મિત્ર ચિરાગ ગઢિયાને પોલિશ કરવા માટે આપ્યા હતા. સોમવારે તેઓ ૧૫ લાખના ૧૩ પોલિશ હીરા લઈને સાંજે સાત વાગ્યા તેમના ઘરે આવ્યા હતા, તેમની ઓફિસની બેગમાં હીરા સિવાય મોબાઈલ ફોન, લેપટોપ અને કેટલાક જરુરી દસ્તાવેજાે પણ હતા.
તેઓ બેડરૂમમાં પોતાની ઓફિસ બેગ મૂકીને લગભગ રાત્રે ૧૧ વાગ્યે સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે ૯ વાગ્યે તેમણે જાેયું કે રૂમમાં તેમની બેગ જ નહોતી પડી. પોતાના બેડરૂમની બારી ખુલ્લી હતી ત્યાં તેમને ડોક્યું કર્યું તો જાેયું કે ગ્રાઉન્ડ ફ્લોર પર તેમની બેગમાં મૂકેલા કેટલાક દસ્તાવેજાે, પાસપોર્ટ અને ચેક બૂક્સ પડ્યા હતા.
તેઓ નીચે દોડી ગયા અને જાેયું તો ત્યાં ૧૫ લાખના હીરાના ૧૩ પેકેટ અને તેમનો મોબાઈલ ફોન તથા લેપ્ટોપ ત્યાં નહોતા પડ્યા. તેમને શંકા ગઈ કે અજાણી વ્યક્તિ તેમના ઘરમાં બેડરૂમની બારીથી ઘૂસી હોઈ શકે છે, કારણ કે તે રાત્રે ખુલ્લી હતી. આ બનાવ અંગે હાર્દિક વસોયાએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આ કેસમાં આઈપીસીની કલમ ૩૮૦ હેઠક ગુનો નોંધીને અજાણી વ્યક્તિની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય બનેલી અન્ય ઘટનામાં અજાણી વ્યક્તિએ પુના વિસ્તારમાં આવેલા અવધેશ ટેક્સટાઈલ માર્કેટમાં ચોરી કરી હતી. આ કિસ્સામાં ૨,૨૦,૭૦૦ રૂપિયાની કેશ ચોરાઈ છે. દુકાનના માલિક શંકર સૈનીએ પુના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે આ કેસમાં તપાસ શરુ કરી છે.SSS