હીરાબા પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી
વિશેષ પૂજા વિધિ બાદ દીર્ઘાયુ માટે સત્સંગ હોલમાં કરી વિશેષ પ્રાર્થના
(તસવીરોઃ જયેશ મોદી અમદાવાદ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાના શતાયુ જન્મ દિવસની ઉજવણી જમાલપુર જગન્નાથ મંદિર ખાતે કરવામાં આવી હતી. હીરાબા પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે.
100મા જન્મદિવસે હીરાબાએ અમદાવાદના જગન્નાથજીના દર્શન કર્યા. આ પ્રસંગે અમદાવાદના જગન્નાથ મંદિરે વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાાથ મંદિરમાં હીરાબા સહિત સમગ્ર પરિવારે જગન્નાથજીની આરતી કરી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાઈઓ, મંદિરના ટ્રસ્ટીઓ તેમજ મહંત ઉપસ્થિત રહ્યા હતા. હીરાબાએ વ્હીલચેરમાં મંદિર પરિસરમાં આવ્યા હતા.
PM મોદીના ભાઈ અને બહેને મંદિરના દર્શન કર્યા છે. હીરાબાને મંદિરના હોલમાં બેસાડવામાં આવ્યા હતા. આજના પ્રસંગે હીરાબા એ પરિવાર સહિત જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા છે. મંદિરમાં વિશેષ પૂજા વિધિ બાદ હીરાબાના દીર્ઘાયુ માટે સત્સંગ હોલમાં વિશેષ પ્રાર્થના કરાઈ. પ્રધાનમંત્રીના તમામ ભાઈ તેમજ તેમનો સમગ્ર પરિવાર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો હતો. આ સિવાય મોટી સંખ્યામાં આવેલા દર્ષનાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.
PM મોદીના પરિવારજનો દ્વારા ભંડારાનું વિશેષ આયોજન પણ કરાયું છે. કાળી રોટી-ધોળી દાળના ભંડારાનું જગન્નાથ મંદિરમાં આયોજન કરવામાં આવ્યું છે.