હીરા ઉદ્યોગમાં ર૦ દિવસનું વેકેશનઃ એકમો શરૂ થતાં મહિનો નીકળી જશે

પ્રતિકાત્મક
સુરત, દિવાળીમાં કારીગર વતનથી વહેલો પરત થતો નહીં હોવાને કારણે કારખાનેદારો ઈચ્છા હોવા છતાં વહેલા એકમો શરૂ કરી શકતા નથી. આમ, તો હીરા ઉદ્યોગમાં વેકેશન ર૦-રર દિવસનું હોય છે. પરંતુ સંપૂર્ણપણેે એકમો શરૂ થઈ જતાં મહિનો થઈ જતો હોય છેે.
અતયારે હીરા બજારમાં ખુબ જ તેજી રહે છે. દરેક પ્રકારના પોલીશ્ડ માલ વેચાઈ રહ્યો છે. અને સતત બની રહ્યા છે.છેલ્લા વીસેક દિવસથી વેચાણ ખુબ જ સારૂ છે અને વેપારીઓ પણ સારૂ કમાઈ રહ્યા છે.
દિવાળી પહેલાં ખુબ જ તેજી હોવાથી દિવાળી બાદ પણ માર્કેટ ખુબ જ સારૂ રહેશે એવી આશા બંધાઈ છે. હાલમાં માર્કેટ ખુબ જ સારૂ હોવાને કારણે રફના ભાવમાં છેલ્લા થોડા સમયમાં ભારે ઉછાળો આવ્યો છે. બજાર થોડુ ઉંચકાય એટલે રફની નવી ખરીદી માટે ભારે ધસારો થાય છે. અત્યારે ખુબ જ ઉંચા ભાવે ટેન્ડરીંગ થઈ રહ્યુ છે. એમ હીરા બજાર સાથે સંકળાયેલા કીર્તિ શાહે કહ્યુ હતુ.
રફના ભાવો ઉંચકાયા છે અને પોલીશ્ડનું માર્કેટ ખુબ જ સારૂ હોવાથી દિવાળી પછી કારખાના પહેલા શરૂ કરવા માટે કારખાનેદારો તૈયાર હોય તો પણ શરૂ કરી શકતા નથી. કેમ કે દિવાળીની ઉજવણી કરવા માટે વતનમાં ગયેલા (પોતાના ગામડે) હીરાના કારીગરો વહેલા પરત આવતા નથી. કેમ કે દિવાળી એ હિંદુઓનો મોટો પવિત્ર તહેવાર હોવાથી આવો વર્ષોથી ટ્રેન્ડ જાેવા મળે છે.
તા.૧ નવેમ્બરથી ઉદ્યોગ સંપૂર્ણ બંધ થઈ જશે
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો ર૦ દિવસથી વધુનું વેકેશન રાખતા હોવાથી આ મહિનાના અંત સુધીમાં મોટાભાગના એકમો બંધ થવાનું શરૂ થઈ જશે. તા.૧લી થી ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ થઈ જશે. કારખાનેદારો પાસે હવે ૮ થી ૧૦ દિવસ બચ્યા છે.