Western Times News

Gujarati News

હીરા મંડીમાં રેખાની જગ્યાએ ઐશ્વર્યા રાયની એન્ટ્રી થઇ

ભણશાલીની વેબ સિરિઝ નેટફિલ્ક્સ પર રિલિઝ થવાની છે ત્યારે તેમાં અભિનેત્રીના પાત્રને લઈને દિર્ગદર્શક દ્વીધામાં

મુંબઈ, સંજય લીલા ભણસાલી તેની ફિલ્મોની ભવ્યાથી દર્શકોનાં દિલ જીતવામાં કામયાબ રહે છે. હવે મોટા પડદા બાદ ઓટીટી પ્લેટફર્મ પર પણ સંજય લીલા ભણસાલી ધૂમ મચાવવાં તૈયાર છે. હાલમાં જ તેમણે તેમની વેબ સીરીઝ હીરા મંડીની જાહેરાત કરી છે. જે ઓટીટી પ્લેટફર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે.

આ વેબ સીરીઝ માટે અત્યાર સુધીમાં ઘણાં ટોપ એક્ટ્રેસીસનું નામ સામે આવી ચુક્યું છે. હવે વેબ સીરીઝ અંગે પણ ઘણી હિરોઇનોનાં નામ સામે આવી રહ્યાં છે. જેમાં એક નામ છે ઐશ્વર્યા રાય બચ્ચનનું. જી હાં, હીરા મંડીમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ આગળ ચાલી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સંજય લીલા ભણસાલી ઐશ્વર્યાની સાથે કામ કરવાં પર વિચાર કરી રહ્યાં છે. જાે, બધુ બરાબર રહ્યું તો તે સીરીઝમાં ઐશ્વર્યા નજર આવી શકે છે બોલિવૂડ હંગામાની રિપોર્ટ અનુસાર, વેબ સીરીઝનાં જે ભાગ માટે પહેલાં રેખાનું નામ વિચારવામાં આવતું હતું.

તે માટે હવે ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ વિચારાઇ રહ્યું છે. ખરેખરમાં મેકર્સનું માનવું છે કે, થોડા વર્ષમાં રેખાને ડિરેક્ટ કરવાં મુશ્કેલ થઇ ગયા છે. એક ફિલ્મમાં રેખાનાં વર્તન બાદ તેમની જગ્યાએ તબ્બૂને કાસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ ફિલ્મ હતી ફિતૂર. એવામાં, રેખાને સાઇન કરવા મામલે ભણસાલીએ ત્યારે વિચાર બદલી લીધો.

જ્યારે તેમણે ફિતૂરનાં ડિરેક્ટર અભિષેક કપૂરની સાથે રેખાનાં અનપ્રોફેશનલ વ્યવહાર અંગે માલૂમ પાડ્યું. રિપોર્ટ્‌સ અનુસાર, ફિતૂર દરમિયાન ભણસાલી રેખાનાં વ્યવહારથી ઘણાં નરાજ હતાં. રેખાનાં રાતો રાત ફિલ્મ કરવાના ઇન્કાર બાદ તબ્બૂને આ ફિલ્મ ફિતૂર માટે કાસ્ટ કરવામાં આવી હતી.

એવામાં કોઇપણ પ્રકારની સમસ્યાથી બચવા માટે તેમમે રેખાને કાસ્ટ કરવનો આઇડિયા જ બદલી નાંખ્યો અને તેની જગ્યાએ હાલમાં ઐશ્વર્યાનું નામ ચર્ચાઇ રહ્યું છે. સંજય લીલા ભણસાલીની આ બહૂપ્રતીક્ષિત વેબ સીરીઝમાં હુમા કુરૈશી, અને સોનાક્ષી સિન્હા જેવી એક્ટ્રેસ સેક્સ વર્કરની ભૂમિકામાં નજર આવશે.

તો ઐશ્વર્યા આ વેબ સીરીઝ કરવાની હા પાડી દેશે. અને બંને પક્ષે સમજૂતિ થઇ જશે તો ચાર વર્ષ બાદ ઐશ્વર્યા ફિલ્મોમાં નજર આવશે. ઐશ્વર્યા અને ભણસાલી આ પહેલાં ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.