હીરોની મોટરસાઇકલોએ માર્કેટમાં ધમાલ મચાવી
ટુ-વ્હીલર વેચનારી કંપની હીરો મોટોકોર્પે ડિસે.૨૦૨૦માં રેકોર્ડ તોડ્યોઃ કંપનીએ ૭૧.૬૪ ટકા વધુ નિકાસ કરી
નવી દિલ્હી, દેશની સૌથી વધુ ટુ-વ્હીલર વાહન કંપની હીરો મોટોકોર્પ માટે વર્ષ ૨૦૨૦નો છેલ્લો મહિનો ઘણો સારો રહ્યો. હિરોએ ડિસેમ્બર ૨૦૨૦માં ભારતીય બજારમાં કુલ ૪,૪૭,૩૩૫ વાહનોનું વેચાણ કર્યું. તેની તુલના જાે ડિસેમ્બર ૨૦૧૯થી કરવામાં આવે તો આ મહિને કંપનીએ કુલ ૪,૨૪,૮૪૫ યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન હીરીના ૫.૨૯ ટકા વધુ વાહનોનું વેચાણ થયું.
નિકાસની વાત કરીએ તો ડિસેમ્બર ૨૦૨૦માં હીરોએ પોતાના કુલ ૨૨,૦૩૦ વાહનોને એક્સપોર્ટ કર્યા. જ્યારે ડિસેમ્બર ૨૦૧૯માં કંપનીએ કુલ ૧૨,૮૩૬ યૂનિટ્સને નિકાસ કર્યા હતા. ડિસેમ્બર ૨૦૧૯ની તુલનામાં ડિસેમ્બર ૨૦૨૦માં કંપનીએ ૭૧.૬૪ ટકા વધુ નિકાસ કરી.
હીરોએ ડિસેમ્બર ૨૦૨૦માં ભારતીય બજારમાં કુલ ૪,૧૫,૦૯૯ મોટરસાઇકલોનું વેચાણ થયું. તેની તુલના જાે ડિસેમ્બર ૨૦૧૯થી કરવામાં આવે તો આ મહિને કંપનીએ કુલ ૪,૦૩,૬૨૫ યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન હીરોની ૨.૮૪ ટકા વધુ મોટરસાઇકલોનું સ્થાનિક બજારમાં વેચાણ થયું.
હીરોએ ડિસેમ્બર ૨૦૨૦માં કુલ ૩૨,૨૩૬ સ્કૂટરોને ભારતીય બજારમાં વેચ્યા. જ્યારે ડિસેમ્બર ૨૦૧૯માં કંપનીએ કુલ ૨૧,૨૨૦ યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન હીરોના સ્કૂટના વેચાણમાં ૫૧.૯૧ ટકાનો વધારો નોંધાયો.
કંપનીએ હાલમાં જ ૧ જાન્યુઆરી ૨૦૨૧થી પોતાના વાહનોની કિંમતમાં ૧.૫૦૦ રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. જાેકે કયા મોડલના ભાવ કેટલા વધશે, તેના વિશે હજુ ખુલાસો નથી કરવામાં આવ્યો. કંપનીએ કહ્યું કે ઉત્પાદન ખર્ચ વધવાના કારણે તેઓ આ પગલું ભરી રહ્યા છે.
હીરો મોટોકોર્પે બુધવારે નિવેદનમાં કહ્યું કે લોખંડ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અને અન્ય ધાતુઓના ભાવ વધવાના કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે, જે કિંમતોમાં વૃદ્ધિના પ્રભાવને આંશિક રૂપથી ઓછી કરવા માટે અમે ૧ જાન્યુઆરી ૨૦૨૧થી પોતાની પ્રોડક્ટસના ભાવ ૧,૫૦૦ રૂપિયા સુધી વધારવા જઈ રહી છે. ડીલરોને વિભિન્ન મોડલોમાં કિમતોમાં વૃદ્ધિની જાણકારી ટૂંક સમયમાં આપવામાં આવશે.